Professional Cuddler: શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ શખ્સ હગ કરવાના પૈસા લે છે. તમને જણાવી દઇએ કે, બ્રિટેનમાં એક એવો શખ્સ છે જે એક કલાક હગ કરવાના હજારો રૂપિયા લે છે. છોકરીઓ પણ તેને પૈસા આપી હગ કરે છે. હકીકતમાં આ શખ્સનું નામ ટ્રેવર હૂટન છે અને તે વ્યવસાયે એક કડલર છે. પોતાના બિઝનેસ દ્વારા આ શખ્સ 'કડલ થેરાપી' કરે છે. તેની કંપનીનું નામ એમ્બ્રેસ કનેક્શન્સ છે. તમને જણાવી દઈએ કે, એક કલાક હગ કરવા માટે તે લગભગ 7 હજાર રૂપિયા લે છે.
શું હોય છે કડલ થેરેપી?
કડલ થેરેપીમાં માત્ર હગ કરવાનો જ એક મોટિવ હોતો નથી. પરંતુ કેડલ કરી સ્પર્શના માધ્યમથી કોઈની સાળસંભાળ, સ્નેહ અને સદ્ભાવનાનો સંચાર કરવાનું લક્ષ્ય હોય છે. ટ્રેવર હૂટન ઉર્ફે ટ્રેઝરનું કહેવું છે કે, લોકો તેને સેક્સ વર્ક સાથે જોડે છે. જ્યારે એવું કાઇપણ નથી. મેં આ બિઝનેસ એટલા માટે શરૂ કર્યો છે કેમ કે, હું માણસોને માણસોથી જોડીને રાખવા માંગુ છું.
હવે સેલિબ્રિટી પણ બની રહ્યા છે ઓનલાઈન ફ્રોડનો શિકાર, એક્ટ્રેસના ખાતામાંથી ઉપડી ગયા પૈસા
લોકોને સારો અનુભવ થાય છે
અમે લોકોને તે ભાવનાઓ આપવાનો પ્રયત્ન કરીએ છીએ જે તેમને મળી શકતી નથી. લોકોને કડલિંગથી સુરક્ષિત અને શાંતીની ભાવના મળે છે. ટ્રેઝરનું કહેવું છે કે કડલ થેરેપિસ્ટ કસ્ટમર્સને સમય, ધ્યાન અને કાળજી આપે છે. શરૂઆતમાં લોકોને કોઈ અજાણ્યા શખ્સને હગ કરવામાં વિચિત્ર લાગે છે પરંતુ અમે તેમને જલદીથી કમ્ફર્ટેબલ કરી દીએ છીએ.
લગ્ન કરતા પહેલા લેવી પડશે સરકારની મંજૂરી! જાણો કેમ લેવાયો આ નિર્ણય?
ઘણા લોકોને છે જરૂરિયાત
આજકાલના સમયમાં ઘણા લોકોને આ પ્રકારની થેરાપીની જરૂરિયાત હોય છે. પરંતુ વ્યક્તિ થોડી જાતીય લાગણી અનુભવે છે, તો અમે તેના વિશે વાત કરીને પાછા હટી જઈએ છીએ કારણ કે તેને માટે બિન-જાતીય આત્મીયતાની જરૂરીયાત હોય છે. એમ્બ્રેસ કનેક્શન્સ બીજા સાથે સંબંધ બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોની મદદ કરવા માટે કનેક્શન કોચિંગ સહતી અન્ય સેવાઓ પણ પૂરી પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે