અમેરિકાએ ભારત પર ટેરિફની જાહેરાત કરી દીધી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી. જો કે આ અમેરિકાનો ફાઈનલ નિર્ણય નથી. જેના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સંકેત આપ્યા છે. જેવું ભારતે ટ્રમ્પના ટેરિફ પર ટફ સ્ટેન્ડ લીધુ કે ડોનાલ્ડ ટ્ર્મ્પના જાણે સૂર નબળા થયા. 25 ટકા ટેરિફ પર ડોનાલ્ડ ટ્ર્મ્પે હવે પોતાના વલણને નરમ કર્યું છે. ટ્રમ્પનું માનીએ તો ભારત સાથે ટ્રેડ ડીલ પર હજુ વાતચીત માટે દરવાજો ખુલ્લો છે. તેમણે પોતે કહ્યું કે ભારત સાથે વાતચીત કરીશું.
ભારત સાથે ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પે કહ્યું કે અમે હાલ ટેરિફ પર વાત કરી રહ્યા છીએ. બ્રિક્સ અંગે પણ નિર્ણય લેવાશે. બ્રિક્સ હકીકતમાં અમેરિકા વિરોધી સમૂહ છે અને ભારત તેનો સભ્ય છે. તે ડોલર પર સીધો હુમલો છે અને અમે કોઈ પણ ડોલર પર હુમલાને મંજૂરી નહીં આપીએ.
ટ્રમ્પે કહ્યું કે આ પ્રકારે તે આંશિક રીતે બ્રિક્સ અને આંશિક રીતે ટ્રેડ અંગે છે. ભારત સાથે અમારો ખુબ વેપાર ઘાટો છે. પીએમ મોદી મારા મિત્ર છે પરંતુ તેઓ અમારી સાથે વધુ વેપાર કરતા નથી. ભારત અમને વેચે છે ખુબ પરંતુ અમે બહુ ખરીદતા નથી કારણ કે ટેરિફ ખુબ છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારત લગાવે છે. પરંતુ હવે તેઓ તેને ઘટાડવા માંગે છે.
પરંતુ અમે જોઈએ કે શું થાય છે. અમે હાલ ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. જોઈએ શું થાય છે. તેના વધુ ફરક નહીં પડે કે અમે ડીલ કરીએ છીએ કે તેમના પર એક નિશ્ચિત ટેરિફ લગાવીએ છીએ. તમને આ અઠવાડિયાના અંત સુધીમાં ખબર પડી જશે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે ભારત સાથે અમારી વેપાર ખાદ્ય બહુ છે અને અમારે તેમાંથી બહાર નીકળવાનું છે. આવામાં અનેક રિપોર્ટ્સના હવાલે એવી અટકળો થઈ રહી છે કે તેઓ ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પણ પોતાના નિવેદનથી સીધો સંકેત આપ્યો છે કે ભારત પર 25 ટકા ટેરિફ હજુ પણ ફાઈનલ નથી. ભારત પર અસલમાં કેટલો ટેરિફ લાગશે તે આ અઠવાડિયાના અંત સુધીમાં ખબર પડી જશે. ટેરિફની સાથે સાથે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના કારણે પણ ભારત પર પેનલ્ટી લાગશે જેનો બેવડો માર ભારત પર પડશે.
અત્રે જણાવવાનું કે ભારતની રશિયા પાસેથી ઓઈલની આયાત આ વર્ષે વધી છે. ભારતને ઓઈલ સપ્લાય કરનારા દેશોમાં રશિયા ટોચનો સપ્લાયર બનેલો છે. ટ્રમ્પે રશિયાને સીઝફાયર માટે 50 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાનું ઓઈલ ખરીદતા દેશોએ વધારાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે લગાવ્યો 25 ટકા ટેરિફ
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી કે 1 ઓગસ્ટથી ભારતની તમામ વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાગશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને સૈન્ય ઉપકરણો ખરીદવા બદલ પણ ભારત પર એક પેનલ્ટી લાગશે.
ભારતનું કડક વલણ
ડોનાલ્ડ ટ્રમ્પે જેવું ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી કે સરકારે પણ પોતાની પ્રતિક્રિયા આપી. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું કે તેમના માટે નેશન ફર્સ્ટ છે અને દેશહિતમાં ભારત દરેક જરૂરી પગલું ભરશે. સરકાર તેના પ્રભાવનો અભ્યાસ કરી રહી છે. ટ્રમ્પના નિવેદન બાદ પણ ભારતે સંતુલિત જવાબ આપ્યો અને કહ્યું કે અમે હજુ પણ એ ઉદ્દેશ્ય એટલે કે ટ્રેડ ડીલ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.
સરકારે કહ્યું કે અમે ખેડૂતો, સાહસિકો, અને MSME ના કલ્યાણ અને સંવર્ધનને સર્વોચ્ચ મહત્વ આપીએ છીએ. સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે, જે રીતે બ્રિટન સાથે થયેલી હાલની વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતિ (સીઈટીએ) સહિત અન્ય વેપાર સંધિઓ મામલે કરાયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે