નવી દિલ્હીઃ ઇરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાને કારણે 50 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી AFP પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ઇરાકની અલ-કુટની એક સુપરમાર્કેટમાં થઈ છે. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે ઇમારતના મોટા ભાગમાં આગ લાગી છે અને ધૂમાડો જોવા મળી રહ્યો છે.
દુર્ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાંચ માળની ઇમારત આગની ઝપેટમાં આવેલી જોવા મળી રહી છે, જ્યારે ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ સત્તાવાર આીએનએ સમાચાર એજન્સીને જણાવ્યું- એક મોટા શોપિંગ સેન્ટરમાં આગને કારણે મૃત્યુ પામનાર પીડિતોની સંખ્યા લગભગ 50 થઈ ગઈ છે. પરંતુ આગ લાગવાનું સાચુ કારણ હજુ સામે આવ્યું નથી. ગવર્નરે કહ્યુ કે તપાસનો પ્રાથમિક રિપોર્ટ 48 કલાકમાં જાહેર કરવામાં આવશે.
🔴#LATEST — Fire at shopping mall in eastern Iraq kills 50, Iraqi sources report pic.twitter.com/v6ftD4YMdi
— Türkiye Today (@turkiyetodaycom) July 17, 2025
ત્રણ દિવસના શોકની જાહેરાત
વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલી-મિયાહીએ જણાવ્યું કે આગ એક હાઇપર માર્કેટ અને એક રેસ્ટોરન્ટમાં લાગી છે. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ભોજન કરી રહ્યાં હતા અને ખરીદી કરી રહ્યા હતા. ગવર્નરે જણાવ્યું કે ફાયરની ટીમે ઘણા લોકોને બચાવ્યયા છે. આ દુખદ ઘટનાને કારણે દેશમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. INA ના રિપોર્ટ પ્રમાણે ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ ઇમારત અને મોલના માલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે