Ahmedabad Property Market: રાજ્યમાં રેસિડેન્શિયલ માર્કેટની હાલત એટલી ખરાબ છે કે બિલ્ડર્સને ફ્લેટ વેચવામાં આંખે અંધારા આવી રહ્યા છે કારણ કે 89 ટકા ઈન્વેન્ટરી વેચાયા વિના પડી રહી છે. રાજ્યમાં રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ શરૂ થાય તો પૂર્ણ થવાનો વાર્ષિક ધોરણે દર માત્ર 2 ટકા રહી ગયો છે. આ અમે નહીં પણ રેરાનો લેટેસ્ટ રિપોર્ટ કહી રહ્યો છે.
ગુજરાતમાં ફરી આ જિલ્લાઓમાં મેઘરાજા મચાવશે કહેર, આ વિસ્તારોમા પડશે દુકાળ! ભયાનક આગાહી
ગ્રાહકો હવે નવા નહીં પણ રેડી ટુ મુવના પ્રોજેક્ટ પર વધારો ભરોસો કરી રહ્યાં હોવાથી લોન્ચ થયેલા નવા પ્રોજેક્ટની સાઈટોની બુકિંગ ઓફિસો ખાલીખમ છે. મટિરિયલ્સની વધતી જતી કિંમતો વચ્ચે મકાનોના ભાવ વધ્યા છે પણ લોકોની સેલેરી સ્થિર થઈ જતાં બિલ્ડરોના બાર વાગી ગયા છે. 2024-25માં 1.99 લાખ યુનિટમાંથી 1.77 લાખ યુનિટ ન વેચાતાં બિલ્ડરોની હાલત તો ખરાબ છે પણ વધતા જતા મકાનોના ભાવથી સામાન્ય કોમનમેન ઘર લઈ શકતા નથી એ વાસ્તવિકતા છે. જો તમે પણ ઘર લેવાના હો તો ધ્યાન રાખજો નવા પ્રોજેક્ટને બદલે રેડી ટુ મુવમાં જજો નહીં તો ના ઘરના ના ઘાટના થશો. કહેવાનો મતલબ એવો નથી કે નવા પ્રોજેક્ટમાં ના જઈ શકાય પણ બિલ્ડરનું બેકગ્રાઉન્ડ ખાસ ચેક કરી લેજો.
પ્રોજેક્ટની સંખ્યા ઘટી ગઈ
રેરા ઓથોરિટીમાં નોંધાયેલા પ્રોજેક્ટ્સની કુલ સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. ૨૦૧૭-૧૮માં ૧,૯૮૧ પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા. ૨૦૧૮-૧૯માં તે થોડા સમય માટે વધીને ૨,૪૦૯ થઈ ગયા હતા. ૨૦૧૯-૨૦માં ઘટીને ૧,૩૮૦ અને ૨૦૨૦-૨૧માં ૯૮૩, ૨૦૨૧-૨૨માં ૯૪૬, ૨૦૨૨-૨૩માં ૪૯૯ અને ૨૦૨૩-૨૪માં ફક્ત ૧૬૬ પ્રોજેક્ટ પૂર્ણ થયા હોવાના અહેવાલો છે.
કયા મોંઢે માગશો મત! મોટી વાતો કરતા ગુજરાતના સાંસદોની ખૂલી પોલ, કંજૂસાઈનો આ અહેવાલ
ઇન્વેન્ટરી કટોકટી વધુ વણસી
૨૦૨૪-૨૫માં ૮૯% ઇન્વેન્ટરી વેચાયા વિના પડી રહી છે. ૨૦૧૭-૧૮ માં, ૩.૨૩ લાખ રજિસ્ટર્ડ યુનિટમાંથી ૨.૨૯ લાખ (૭૦%) થી વધુ વેચાઈ ગયા હતા, જેના કારણે લગભગ ૯૪,૦૦૦ યુનિટ (૩૦%) ખરીદદારો વિના પડ્યા રહ્યાં હતા. હવે પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ છે. ૨૦૨૪-૨૫ માં આશરે ૧.૯૯ લાખ યુનિટમાંથી ફક્ત ૨૨,૦૦૦ ઈન્વેન્ટરી વેચાઈ છે., જ્યારે લગભગ ૧.૭૭ લાખ યુનિટ (૮૯%) વેચાયા વગર પડી રહ્યાં છે.
જોકે, હાલમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં બૂમ તેજી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ભવ્ય બિલ્ડીંગો બની રહી છે. સરકાર આ મામલે જબરદસ્ત પ્રોત્સાહનો જાહેર કરી રહી છે પણ આ એક વાસ્તવિકતા છે. વધતી જતી મોંઘવારી, આવકમાં ઘટાડો કે સ્થિરતા અને રો મટિરિયલ્સની કિંમતોમાં વધારો પણ આ માટે જવાબદાર છે. વિશ્વ બજારમાં યુદ્ધનો માહોલ, ઈકોનોમીમાં અનિશ્વિતતા હોવાથી લોકો નવી લોન લેવામાં પણ ડરી રહ્યાં છે.
ભલભલાના કાનમાંથી ધુમાડા કાઢી નાંખે છે 'જેડીના જોટા', 50 વર્ષથી જામનગરમા મચાવે છે ધૂમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે