ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમતિ બની ગઈ છે. પરંતુ ઈરાના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આ દાવો ફગાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલ કોઈ પણ યુદ્ધવિરામ કે સૈન્ય અભિયાનોની સમાપ્તિ પર કોઈ 'સમજૂતિ' થઈ નથી. જો ઈઝરાયેલી સરકાર તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેમનું ગેરકાયદેસર આક્રમણ બંધ કરે, તો તે પછી અમારી પ્રતિક્રિયા ચાલુ રાખવાનો અમારો કોઈ ઇરાદો નથી.
ઈરાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ
અરાઘચીએ પોતાના નિવેદનમાં કહી દીધુ કે જેમ કે ઈરાન પહેલા પણ અનેકવાર કહી ચૂક્યું છે, આ યુદ્ધ ઈઝરાયેલે શરૂ કર્યું, અમે નહીં. હજુ સુધી કોઈ પણ સીઝફાયર કે સૈન્ય કાર્યવાહી રોકવા અંગે કોઈ સમજૂતિ થઈ નથી. તેમણે એ પણ કહ્યું કે જો ઈઝરાયેલ તહેરાનના સમય મુજબ સવારે 4 વાગ્યા સુધીમાં ઈરાની લોકો પર હુમલા બંદ કરી દે તો ઈરાન પોતાની જવાબી કાર્યવાહી આગળ વધારશે નહીં. પરંતુ સૈન્ય કાર્યવાહીને સંપૂર્ણ રીતે રોકવાનો અંતિમ નિર્ણય બાદમાં લેવાશે.
ટ્રમ્પનો દાવો- 24 કલાકમાં બંધ થશે યુદ્ધ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 24 કલાકમાં સીઝફાયર લાગૂ થશે. જેનાથી મધ્ય પૂર્વમાં શાંતિ બહાલ થશે. તેમણે બંને દેશોના વખાણ પણ કર્યા હતા. પરંતુ ઈરાને તરત દાવાને નકારી દીધો. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કોઈ પણ સમજૂતિ થઈ નથી અને ટ્રમ્પનું નિવેદન હકીકતોથી ઘણું દૂર છે.
As Iran has repeatedly made clear: Israel launched war on Iran, not the other way around.
As of now, there is NO "agreement" on any ceasefire or cessation of military operations. However, provided that the Israeli regime stops its illegal aggression against the Iranian people no…
— Seyed Abbas Araghchi (@araghchi) June 24, 2025
કેમ વધ્યો તણાવ?
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ તેજ થઈ છે. ઈઝરાયેલે ઈરાનના પરમાણુ ઠેકાણા અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો જેના જવાબમા ઈરાને ઈઝરાયેલ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી. આ હુમલામાં બંને બાજુ ભારે નુકસાન થયું છે. ઈરાનનું કહેવું છે કે તેઓ ફક્ત પોતાની આત્મરક્ષામાં જવાબી કાર્યવાહી કરે છે. બીજી બાજુ ઈઝરાયેલનું કહેવું છે કે તેણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નબળો કરવા માટે આ હુમલા કર્યા.
ઈરાન પાછળ હટવાના મૂડમાં નથી
અરાઘચીના નિવેદનથી સ્પષ્ટ છે કે ઈરાન હાલ પાછળ હટવાના મૂડમાં બિલકુલ નથી. જો ઈઝરાયેલ હુમલા બંધ કરે તો ઈરાન પર પોતાની કાર્યવાહી પર વિચાર કરશે. બીજી બાજુ ટ્રમ્પનો સીઝફાયરનો દાવો હવે હવા હવાઈ લાગી રહ્યો છે. જ્યાં સુધી કોઈ ઠોસ પહેલ બંને દેશો વચ્ચે ન થાય ત્યાં સુધી કોઈ અર્થ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે