Home> World
Advertisement
Prev
Next

ઈઝરાયેલનો ઈરાન પર મોટો હુમલો, અનેક સૈન્ય અને ન્યૂક્લિયર ઠેકાણા તબાહ, પરમાણુ વૈજ્ઞાનિકો-કમાન્ડરોને માર્યા હોવાનો પણ દાવો

 israel strikes on iran: ઈઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. એવો પણ દાવો કરાયો છે કે ઈઝરાયેલે ઈરાનના સૈન્ય ઠેકાણા અને ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલા કર્યા છે. 

ઈઝરાયેલનો ઈરાન પર મોટો હુમલો, અનેક સૈન્ય અને ન્યૂક્લિયર ઠેકાણા તબાહ, પરમાણુ વૈજ્ઞાનિકો-કમાન્ડરોને માર્યા હોવાનો પણ દાવો

ઈઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં બોમ્બથી હુમલો કર્યો છે. આ ઉપરાંત ઈઝરાયેલે ઈરાની આર્મીના ઠેકાણા અને તેમના ન્યૂક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ શુક્રવારે સવારે કહ્યું કે તેણે ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાની મીડિયાએ જણાવ્યું કે તેહરાનમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો. 

fallbacks

ઈઝરાયેલે કહ્યું કે તે ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાની આશંકામાં ઈમરજન્સી સ્થિતિ જાહેર કરી રહ્યું છે. ઈઝરાયેલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ઈઝરાયેલ અનેક પરમાણુ અને સૈન્ય ટાર્ગેટ પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયેલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો ઉપર પણ હુમલો કર્યો છે. 

ઈરાને પરમાણુ વૈજ્ઞાનિકોને બનાવ્યા નિશાન
પ્રધાનમંત્રી નેતન્યાહૂએ કહ્યું કે અમે નતાંજમાં ઈરાનના મુખ્ય ન્યૂક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યું. અમે ઈરાની બોમ્બ બનાવવા પર કામ કરી રહેલા પ્રમુખ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. તથા અમે ઈરાની બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર ઉપર પણ હુમલો કર્યો. નેતન્યાહૂએ આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ  ટ્રમ્પને તેમના નેતૃત્વ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા બદલ આભાર માનવા ઈચ્છું છું. 

ઈઝરાયેલી હુમલામાં ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામી પણ માર્યા ગયા હોવાનું કહેવાય છે. ઈરાની મીડિયાએ તેની પુષ્ટિ કરી છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ આ દશના મુખ્ય શક્તિકેન્દ્રોમાંથી એક છે. તે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોના શસ્ત્રગારને પણ નિયંત્રિત કરે છે. 

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ સલામી ઉપરાંત આ હુમલામાં ઈઝરાયેલનું માનવું છે કે  ઈરાનના સૈન્ય પ્રમુખ મોહમ્મદ બાઘેરી, સેનાના ટોચના અધિકારીઓના અન્ય સભ્યો અને વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ ઈરાન પર આઈડીએફના શરૂઆતના હુમલાઓમાં માર્યા ગયા. 

નેતન્યાહૂએ કહ્યું કે ઓપરેશન જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે જો અમે અત્યારે કાર્યવાહી નહીં કરીએ તો આગામી પેઢી નહીં આવે. આ હુમલા બાદ ઈરાનકે પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે. હવે ઈરાકના તમામ એરપોર્ટ  બંધ છે. ક્યાંયથી પણ વિમાનોની અવરજવર નથી. પીએમ નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને અત્યાર સુધીમાં એટલું યુરેનિયમ ભેગું કર્યું છે કે તે ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. તેમની પાસે 9 પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા છે. ઈરાન યુરેનિયમથી બોમ્બ બનાવવા જઈ રહ્યું હતું. જો ઈરાનને રોકવામાં ન આવત તો તે ગમે ત્યારે એટમ બોમ્બ બનાવી શકતું હતું. એક મહિનાની અંદર કે એક વર્ષની અંદર. પરંતુ ઈઝરાયેલ આવું નહીં થવા દે. જે અમારા અસ્તિત્વને ખતમ કરવા માંગતા હોય તેવા લોકો પાસે ઈઝરાયેલ ક્યારેય આવી ક્ષમતા વિક્સિત થવા દેશે નહીં. 

ઈઝરાયેલના રક્ષામંત્રી કેટ્ઝે ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ સમગ્ર દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. કેટ્સએ ચેતવણી આપી કે ઈઝરાયેલ અને તેના નાગરિકોને નિશાન બનાવીને મિસાઈલ કે ડ્રોન હુમલા થાય તેવી શક્યતા છે. તેમણે સમગ્ર દેશના ઘરેલુ મોરચે આ ઈમરજન્સી સ્થિતિને લાગૂ કરવા માટે એક વિશેષ આદેશ પર સહી કરી. 

સમગ્ર ઈઝરાયેલમાં સાઈરનો વાગવા સાથે જ પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ ઈરાન વિરુદ્ધ હવાઈ હુમલા ચાલુ રહેવા દરમિયાન પોતાના સુરક્ષા મંત્રીમંડળની ઈમરજન્સી બેઠક બોલાવી છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ ઈઝરાયેલી હુમલા બાદ ઈરાને રાજધાનીના મુખ્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈમામ ખુમૈની પર ફ્લાઈટ્સ બંધ કરી છે. કારણ કે તહેરાનની આસાસ જોરદાર ધડાકા સંભળાયા છે. 

ન્યૂક્લિયર સાઈટ ધ્વસ્ત
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ ઈરાનના કેન્દ્રીય પ્રાંત ઈસ્ફહાનના નતાંજ શહેરમાં વિસ્ફોટો સંભળાયા છે. જ્યાં એક પ્રમુખ પરમાણુ સ્થળ છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે આ જાણકારી ઈરાની સરકારી ટીવીના રિપોર્ટના આધારે આપી છે. માહિતી મુજબ નતાંજમાં જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાયો જ્યાં મુખ્ય યુરેનિયમ સંવર્ધન સુવિધાઓમાંથી એક આવેલું છે. 

ઈરાનના સરકારી સમાચાર પત્ર નૂર ન્યૂઝે પુષ્ટિ કરી છે કે શુક્રવારની સવારે તેહરાનના ઉત્તર પૂર્વમાં ધડાકાની સૂચના મળી છે. બે અમેરિકી અધિકારીઓએ રોયટર્સને પુષ્ટિ કરી કે ઈઝરાયેલે ઈરાનમાં હુમલા કર્યા છે અને સ્પષ્ટ રીતે કહ્યું છે કે  તેમાં અમેરિકાની કોઈ ભાગીદારી કે મદદ નહતી. ઈઝરાયેલ તરફથી કરાયેલા આ હુમલા બાદ મધ્ય પૂર્વ ટેન્શનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. 

ઈઝરાયેલે આ ઓપેરસનને ઉગતા હુઆ શેર " Rising Lion" નામ આપ્યું છે. ઈઝરાયેલે કહ્યું કે તેણે ઈરાની કમાન્ડરો અને મિસાઈલ કારખાનાઓને પણ નિશાન બનાવ્યા છે. ઈરાન દ્વારા જવાબી મિસાઈલ અને ડ્રોન હુમલાની આશંકા ના પગલે ઈઝરાયેલે સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. 

આ હુમલા અંગે ઈઝરાયેલની સેનાએ નિવેદન જાહેર કર્યું છે. IDF એ કહ્યું કે થોડા સમય પહેલા રાજનીતિક નેતૃત્વથી નિર્દેશ મળ્યા બાદ, IDF એ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર હુમલો કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ગુપ્ત માહિતીના આધારે એક પહેલેથી નક્કી, સટીક અને સંયુક્ત આક્રમણ શરૂ કર્યું અને ઈરાની શાસન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ ચાલી રહેલી આક્રમકતાના જવાબમાં કરાયું. થોડા જ સમયમાં, ડઝનો IAF જેટ્સે પહેલો તબક્કો પૂરો કર્યો. જેમાં ઈરાનના અલગ અલગ ક્ષેત્રોમાં પરમાણુ લક્ષ્યો સહિત ડઝનો મિલેટ્રી ટાર્ગેટ પર હુમલો સામેલ હતો. 

જનતાને અપીલ છે કે તેઓ IDF હોમ ફ્રન્ટ કમાન્ડોના નિર્દેશોનું પાલન કરે. જેમને જરૂરિયાત પ્રમાણે અપડેટ કરાશે અને શાંતિ અને જવાબદારીથી કાર્ય કરે. IDF અને સંબંધિત અધિકારી રક્ષા અને આક્રમણમાં અનેક પ્રકારના સીન માટે તૈયાર છે જેમની જરૂરીયાત હોઈ શકે છે. IDF એ કહ્યું કે ઈરાની શાસન વર્ષોથી ઈઝરાયેલ રાજ્ય વિરુદ્ધ આતંકનું પ્રત્યક્ષ અને પરોક્ષ અભિયાન ચલાવી રહ્યું છે. મધ્ય પૂર્વમાં પોતાના પ્રોક્સીના માધ્યમથી આતંકવાદી ગતિવિધિઓને ફાઈનાન્સિંગ અને નિર્દેશિત કરીને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ ઈયાનલ ઝમીરનું કહેવું છે કે સેના હજારો સૈનિકોને ભેગા કરી રહી છે અને તમામ બોર્ડર્સ પર તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે હું ચેતવણી આપુ છું કે જે પણ કોઈ અમને પડકાર ફેંકવાની કોશિશ કરશે, તેમણે  ભારે કિંમત ચૂકવવી પડશે. 

હુમલા પર શું કહ્યું અમેરિકાએ
આ હુમલા પર અમેરિકી વિદેશમંત્રી માર્કોટ રૂબિયોએ કહ્યું કે આજે રાતે ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ એકતરફી કાર્યવાહી કરી. અમે ઈરાન વિરુદ્ધ હુમલાઓમાં સામેલ નથી અને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા વિસ્તારમાં અમેરિકી સેનાની સુરક્ષા કરવાનો છે. ઈઝાયેલે કહ્યું કે તેમનું માનવું છે કે આ કાર્યવાહી તેમની આત્મરક્ષા માટે જરૂરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રશાસને અમારી સેનાઓની સુરક્ષા માટે  તમામ જરૂરી પગલાં ભર્યા છે અને અમારા ક્ષેત્રીય ભાગીદારો સાથે નજીકનો સંપર્ક જાળવી રાખ્યો છે. હું સ્પષ્ટ  કરું કે ઈરાને અમેરિકી હિતો કે કર્મીઓને નિશાન ન બનાવવા જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More