Home> World
Advertisement
Prev
Next

સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ઇઝરાયલે ફાડી દીધો UNHRC નો રિપોર્ટ, કહ્યું- તેનું સ્થાન કચરાપેટીમાં, જુઓ Video

શુક્રવારે મહાસભામાં વિશેષ સુનાવણી દરમિયાન માનવાધિકાર પરિષદના અધ્યક્ષે બધા સભ્ય દેશોને તપાસ કમિટીનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં હમાસની સાથે મેમાં સંઘર્ષ બાદ સ્થાપિત એક તપાસ સમિતિનું આ પરિણામ છે. 

સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ઇઝરાયલે ફાડી દીધો UNHRC નો રિપોર્ટ, કહ્યું- તેનું સ્થાન કચરાપેટીમાં, જુઓ Video

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં (UN) ઇઝરાયલના રાજદૂત ગિલાદ અર્દને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના વાર્ષિક રિપોર્ટને ફાડી નાખ્યો હતો. તેમણે કહ્યું કે, આ રિપોર્ટનું યોગ્ય સ્થાન કચરાપેટી છે અને તેનો કોઈ ઉપયોગ નથી. તેમણે તેની પાછળ દલીલ આપી કે આ રિપોર્ટ ઇઝરાયલ વિરુદ્ધ છે અને પક્ષપાતી છે. હકીકતમાં ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે મહાસભામાં એક વિશેષ બેઠક બોલાવી હતી, જ્યાં તેમના અધ્યક્ષ મિશેલ બાચેલેટે બધા સભ્ય દેશોની સામે વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. 

fallbacks

હકીકતમાં આ રિપોર્ટમાં ગાઝા પર ઇઝરાયલના કબજાના હુમલા બાદ રચાયેલી તપાસ સમિતિના તારણો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 67 બાળકો, 40 મહિલાઓ અને 16 વૃદ્ધો સહિત 260 પેલેસ્ટાઇનીઓના મોત થયા હતા. આ હુમલામાં અનેક પરિવારો માર્યા ગયા, જેમાં વરિષ્ઠ ડોક્ટર અયમાન અબૂ અલ-ઔફ અને તેમનો પરિવાર સામેલ હતો. આ યૂએનએચઆરસીના રિપોર્ટમાં ગાઝા પર ક્રૂર હુમલા માટે ઇઝરાયલની નિંદા અને આલોચના કરવામાં આવી હતી. 

શુક્રવારે મહાસભામાં વિશેષ સુનાવણી દરમિયાન માનવાધિકાર પરિષદના અધ્યક્ષે બધા સભ્ય દેશોને તપાસ કમિટીનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં હમાસની સાથે મેમાં સંઘર્ષ બાદ સ્થાપિત એક તપાસ સમિતિનું આ પરિણામ છે. રિપોર્ટનો મોટો ભાગ ઇઝરાયલની નિંદા અને આલોચના કરે છે, પરંતુ ઇઝરાયલી નાગરિકો પર હમાસના હુમલાની ઉપેક્ષા કરે છે. 

આ પણ વાંચોઃ બેડરૂમમાંથી આવતો હતો સાપનો સિસોટી જેવો અવાજ, હકીકત સામે આવી તો મહિલા શરમથી લાલચોળ થઈ

અર્દને મહાસભાને સંબોધિત કરતા કહ્યુ કે, 15 વર્ષ પહેલા પોતાની સ્થાપના બાદથી માનવાધિકાર પરિષદે દુનિયાના અન્ય બધા દેશો વિરુદ્ધ 142ની તુલનામાં 95 વખત ઇઝરાયલની નિંદા કરી છે. તેમણે આગળ કહ્યું કે, માનવાધિકાર પરિષદ પૂર્વાગ્રહોથી ભરેલું છે અને તેણે એકવાર ફરી આ રિપોર્ટના માધ્યમથી સાબિત કર્યું છે. 

આ રિપોર્ટને ફાડી અને પોડિયમ પર છોડી જતાં પહેલા તેમણે કહ્યું કે, તેની એકમાત્ર જગ્યા કચરાપેટી છે. તેમણે કહ્યું કે, મેં આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી અને માનવાધિકાર પરિષદની વાર્ષિક રિપોર્ટ નિરાધાર, એકતરફી અને એકતરફી જૂઠ્ઠા આરોપો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા. આ વર્ષે માનવાધિકાર પરિષદે એકવાર ફરી બધાને નીચા દેખાડ્યા છે. તેણે દુનિયાભરમાં એવા લોકોને નિરાશ કર્યા છે જે માનવાધિકારોના હનનને દરરોજ, દર કલાકે, દર મિનિટે સહન કરે છે પરંતુ તેનો અવાજ સાંભળવામાં આવતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More