Home> World
Advertisement
Prev
Next

અમેરિકાના જે બોમ્બર વિમાનોએ ઈરાનમાં હાહાકાર મચાવ્યો, તે બનાવનાર ભારતીય એન્જિનિયરને કેમ થઈ જેલ?

Noshir Gowadia jailed: નોશીર ગોવાડિયા મૂળ ભારતીય અમેરિકન નાગરિક હતા અને વ્યવસાયે એન્જિનિયર નોશીરને ચીનને ટેક્નોલોજી વેચવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. 

અમેરિકાના જે બોમ્બર વિમાનોએ ઈરાનમાં હાહાકાર મચાવ્યો, તે બનાવનાર ભારતીય એન્જિનિયરને કેમ થઈ જેલ?

અમેરિકાએ હાલમાં ઈરાન પર પરમાણુ ઠેકાણા પર હુમલો કરવા માટે પોતાના B2 સ્પીરિટ બોમ્બર્સ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. આ વિમાનને સ્ટીલ્થ બોમ્બર્સ પણ કહેવામાં આવે છે. અત્રે જણાવવાનું કે આ વિમાનનું કનેક્શન ભારત સાથે પણ જોડાયેલું છે. આ વિમાનના પ્રોપલ્શન સિસ્ટમ બનાવવા માટે એક ભારતીય અમેરિકી નાગરિક પણ સામેલ હતો જેને ત્યારબાદ 30 વર્ષની જેલની સજા પણ થઈ હતી. 

fallbacks

આ વ્યક્તિને થઈ હતી સજા
અત્રે જણાવવાનું કો નોશિર ગોવાડિયા વ્યવસાયે એક એન્જિનિયર છે. તેઓ મુંબઈમાં જન્મ્યા હતા. ચીનને ક્લાસીફાઈડ સૈન્ય જાણકારી શેર કરવાના આરોપમાં તેમને 32 વર્ષની જેલની સજા થઈ હતી. તેના દ્વારા ચીને પોતાની ક્રૂઝ મિસાઈલો ડિટેક્ટ કરવામાં અસમર્થ બનાવવા માટે એકક્રૂઝ મિસાઈલ એક્ઝોસ્ટ સિસ્ટમ તૈયાર કરી હતી. 

B2 સ્પીરિટ બોમ્બર્સ વિમાન પર કર્યું કામ
અમેરિકી ફેડરલ તપાસ બ્યૂરો ( FBI) મુજબ 81 વર્ષના ગોવાડિયાની પહેલીવાર ઓક્ટોબર 2025માં અપરાધિક ફરિયાદના આધારે ધરપકડ કરાઈ હતી. તેમના પર નેશનલ સિક્યુરિટી સંલગ્ન જાણકારી એવી વ્યક્તિને આપવાનો આરોપ હતો જે તેનો બિલકુલ હકદાર નહતો. ટ્રાયલ દરમિયાન મળેલી જાણકારીથી જાણવા મળ્યું કે ગોવાડિયાએ વર્ષ 1968-1986 વચ્ચે B2 બોમ્બર્સના નિર્માતા સાથે લગભગ 20 વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન તેમણે યુનિક પ્રોપલ્શન સિસ્ટમ અને B2ના લો ઓબ્ઝર્વેબલ કેપેબિલિટીઝના નિર્માણમાં કામ કર્યું. તેમણે વર્ષ 1997 સુધી અમેરિકી સરકાર સાથે ક્લાસીફાઈડ મામલાઓ પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. 

સજા થઈ
ટ્રાયલ દરમિયાન રજૂ થયેલા પુરાવાઓથી જાણવા મળ્યું કે ગોવાડિયાએ જૂન વર્ષ 2003થી જુલાઈ 2005 વચ્ચે 6 વખત ચીનનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ચીનમાં ડિઝાઈન, ટેસ્ટ સપોર્ટ, ટેક્નિોલોજીના ટેસ્ટ ડાટા વિશ્લેષણ તરીકે સેવાઓ આપી. તેનો હેતુ ચીનને સ્ટેલ્થી નઝલ ડેવલપ કરીને ક્રૂઝ મિસાઈલ સિસ્ટમ બનાવવામાં મદદ કરવાનો હતો. ધરપકડ સમયે ગોવાડિયાને ચીન તરફથી ઓછામાં ઓછું 1,10,000 ડોલરની રકમ ચૂકવવામાં આવી હતી. વર્ષ 2010માં ગોવાડિયા દોષિત ઠર્યા હતા અને વર્ષ 2011માં તેમને 32 વર્ષની જેલની સજા થઈ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More