ઝોહરાન મમદાણી ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ડેમોક્રેટિક પ્રાઈમરી જીતી લીધી છે. ત્યારબાદ MAGA (Make America Great Again) સમર્થક બુરખા પહેરેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એડિટેડ તસવીરો શેર કરી રહ્યા છે.
કોણ છે મમદાણી
ઝોહરાન મમદાણી સલામ બોમ્બે, મોનસૂન વેડિંગ, અને કામસૂત્ર જેવી ફિલ્મો માટે જાણીતા ભારતીય અમેરિકી ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર છે. ઝોહરાનના પિતા મહેમૂદ મમદાણી યુગાન્ડાના નિવાસી છે પરંતુ મૂળ તેઓ ગુજરાતના છે. અણેરિકી રાજનેતા માર્જોરી ટેલર ગ્રીન એવા લોકોમાં સામેલ ચે જેમણે કાળા બુરખામાં ઢાકેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એડિટેડ તસવીર શેર કરી છે. MAGA સમર્થક ડોન કીથ એક અન્ય વ્યક્તિ હતા જેમણે કટાક્ષમાં 'ન્યૂયોર્કને શુભેચ્છાઓ' ની સાથે તસવીર શેર કરી.
કૂર્તા પાઈજામા પહેરેલા ઝોહરાન મમદાણીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર નેવર ફોરગેટ ટાઈટલ સાથે શેર કરાઈ. જે 2001માં સંયુક્ત રાજ્ય અમેરિકા વિરુદ્ધ ઈસ્લામિક કટ્ટરપંથી સમૂહ અલ કાયદા દ્વારા કરાયેલા 11 સપ્ટેમ્બરના હુમલાનો સંદર્ભ આપે છે.
MAGA સમર્થકોની આ નફરત આશ્ચર્યજનક નથી. મમદાણી રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની ટીકામાં અગ્રેસર રહ્યા છે. તેમણે વારંવાર ઈઝરાયેલ અને પીએમ બેન્જામીન નેતન્યાહૂની ટીકા કરી છે અને પેલેસ્ટાઈનના લોકો માટે પોતાનું સમર્થન પણ જતાવ્યું છે.
ટ્રમ્પનું નિવેદન
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં મમદાણીને "100% કમ્યુનિસ્ટ પાગલ" ગણાવ્યા અને કહ્યું કે તેમનું મેયર બનવાના રસ્તે હોવું એ હાસ્યાસ્પદ છે. ઝોહરાન મમદાણીની ઉંમર ફક્ત 33 વર્ષ છે અને જો તેઓ ચૂંટણી જીતે તો શહેરના પહેલા મુસ્લિમ મેયર બનશે. તેમણે એટલી મોટી લીડ મેળવી છે કે તેમના સૌથી મોટા હરીફ ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રયુ કુઓમોઓ રાતોરાત હાર સ્વીકારી લીધી છે.
થોડું ઝોહરાન મમદાણી વિશે જાણીએ તો બીબીસીના રિપોર્ટ મુજબ મમદાણીના પત્ની 27 વર્ષના છે અને બ્રુકલિન સ્થિત સીરિયન કલાકાર છે જેઓ હિંજ નામની એક ડેટિંગ એપ પર મળ્યા હતા. તેમના માતા મીરા નાયર અને પિતા પ્રોફેસર મહેમૂદ મમદાણી જે કોલિંબિયા ખાતે ભણાવે છે. રિપોર્ટ મુજબ માતા પિતા બંને હાર્વર્ડમાં ભણેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે