નવી દિલ્હીઃ યમનમાં 16 જુલાઈની તારીખ એક ભારતીય નર્સને મોતની સજા આપવા માટે નક્કી કરી હતી. પરંતુ સના (યમનની રાજધાની) ની એક જેલમાં બંધ 40 વર્ષીય નિમિષા પ્રિયાના જીવન પર આવેલું સંકટ હાલ થોડા સમય માટે ટળી ગયું છે. ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર નિમિષાની ફાંસી હાલ ટળી ગઈ છે. પોતાના પરિવારની આર્થિક સ્થિતિ જોતા નિમિષા યમન ગઈ હતી અને હવે તે દેશમાં મોતની સજાનો સામનો કરી રહી છે.
કેરલના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા એક સાધારણ પરિવારથી આવે છે અને તેના માતા પ્રેમા કુમારી કોચ્ચિમાં ઘરેલું સહાયિકા તરીકે કામ કરે છે. યમનમાં મોતની સજાની પદ્ધતિ પણ અલગ છે, આજના જનરલ નોલેજમાં જાણો યમનમાં મોતની સજાના ગુના અને પદ્ધતિ.
નિમિષા પ્રિયાને મોતની સજા કેમ મળી છે?
વર્ષ 2017મા નિમિષાની યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે મહદી અને નિમિષા એક પ્રાઇવેટ ક્લિનિકના બિઝનેસ પાર્ટનર હતા. પરંતુ આરોપ છે કે નિમિષાએ તેને ડ્રગ્સનો ઓવરડોઝ આપી મારી નાખ્યો અને તલાલ અબ્દો મહદીના મૃતદેહને પાણીની ટાંકીમાં નાખી દીધો.
નિમિષાનો પક્ષ બિલકુલ અલગ છે. તેનું કહેવું છે કે તલાલે તેનો પાસપોર્ટ છીનવી લીધો અને તેને બળજબરીથી રોકી અને સતત માનસિક અને શારીરિક રૂપથી પરેશાન કરવામાં આવી હતી. જેલમાં બંધ નિમિષા હવે સાત વર્ષ બાદ મોતની સજાની નજીક છે.
યમનમાં મોતની સજા કઈ રીતે આપવામાં આવે છે?
ભારતથી વિપરીત, યમનમાં, ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવામાં આવતો નથી, પરંતુ હૃદયમાં ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં, મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને કાર્પેટ અથવા ધાબળા પર મોઢું રાખીને સૂવડાવવામાં આવે છે. એક ડૉક્ટર હૃદયના સ્થાને તેની પીઠ પર નિશાન બનાવે છે અને જલ્લાદ ઓટોમેટિક રાઇફલથી તે નિશાન પર સીધો ગોળીબાર કરે છે.
આ પણ વાંચોઃ શું હોય છે ગાયનું 'નોનવેજ' દૂધ? જેને ભારત મોકલવાનો પ્રયાસ કરી રહ્યું હતું અમેરિકા
યમનમાં કેટલાક મામલામાં ગુનેગારને મોતની સજા માટે ગોળી મારતા પહેલા કોડા પણ માનવામાં આવતા હતા. આ સિવાય ત્યાં પથ્થરમારી મોતની સજા આપવી, માથુ કાપી નાખવું કે જાહેરમાં ફાંસી આપવાની સજા પણ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી.
યમનમાં કયા ગુનામાં મળે છે મોતની સજા
મુખ્ય રીતે યમન પીનલ કોડ હેઠળ મોતની સજાની જોગવાઈને લઈને ત્રણ શ્રેણીઓ છે
હુદુદ ગુનાઓ: આમાં લૂંટ, વ્યભિચાર, ધર્મત્યાગ, સમલૈંગિકતા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે અને શરિયા કાયદા હેઠળ મૃત્યુદંડની સજા છે.
કિસાસ: યમનના આ કાયદા હેઠળ 'આંખના બદલામાં આંખ' અને 'જીવનના બદલામાં જીવ' જેવી જોગવાઈઓ રાખવામાં આવી છે. આવા કિસ્સાઓમાં, પીડિત પરિવાર પૈસા લઈને ગુનેગારને માફ કરી શકે છે અને આ રકમને 'બ્લડ મની' કહેવામાં આવે છે.
તાજિર: તેમાં દેશ વિરુદ્ધ કરવામાં આવેલા રાજદ્રોહ, આતંકવાદ અને જાસૂસી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, જેના માટે મૃત્યુદંડ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે