Home> World
Advertisement
Prev
Next

મ્યાનમાર ભૂકંપઃ 1644 લોકોના મોત, 3400 ઈજાગ્રસ્ત, અનેક ઈમારતો, રોડ અને પુલ ધ્વસ્ત, જાણો કેટલું થયું નુકસાન

Myanmar-Thailand Earthquake: મ્યાનમારમાં ભૂકંપ બાદ ઓછામાં ઓછા 139 લોકો ગુમ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. તેની અસર થાઈલેન્ડમાં પણ જોવા મળી હતી.

મ્યાનમાર ભૂકંપઃ 1644 લોકોના મોત, 3400 ઈજાગ્રસ્ત, અનેક ઈમારતો, રોડ અને પુલ ધ્વસ્ત, જાણો કેટલું થયું નુકસાન

Myanmar Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશકારી ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1600ને પાર થઈ ગઈ છે. આ વચ્ચે બચાવકર્મી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યાં છે. શુક્રવાર (28 માર્ચ) એ બપોરે મધ્ય મ્યાનમારના સાગાઇંગ શહેરના ઉત્તર-પશ્ચિમમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ 6.7 તીવ્રતાનો બીજો ઝટકો લાગ્યો, જેણે ભારે તબાહી મચાવી છે.

fallbacks

આ આંચકાએ મ્યાનમારમાં રસ્તાઓ અને પુલો સહિતની ઇમારતો અને જટિલ માળખાકીય સુવિધાઓનો નાશ કર્યો હતો. દેશનું બીજું સૌથી મોટું શહેર મંડલે પણ નાશ પામ્યું હતું. મ્યાનમારના સૈન્ય જુંટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં 1,644 લોકો માર્યા ગયા હતા અને 3,400 થી વધુ ઘાયલ થયા હતા. ઓછામાં ઓછા 139 લોકો ગુમ છે. બીજી તરફ, બેંગકોકમાં લગભગ 10 વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

મ્યાનમારમાં ઈમરજન્સીની જાહેરાત
જુંટા પ્રમુખ મિન આંગ હ્રાઇંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંકટગ્રસ્ત દેશની મદદ માટે અપીલ કરી છે. આ અપીલ ભૂકંપના પ્રભાવને દર્શાવે છે. મ્યાનમારે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, ભારત, ચીન અને ઘણા અન્ય દેશોએ મ્યાનમારની મદદ કરવાનું વચન આપ્યું છે.

મ્યાનમારના ભૂકંપની અસર થાઈલેન્ડમાં પણ
ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આંચકા એટલા શક્તિશાળી હતા કે કેન્દ્રથી સેંકડો કિલોમીટર દૂર બેંગકોકમાં આવેલી ઈમારતોને ગંભીર નુકસાન થયું હતું. મંડલેમાં સદીઓ જૂનો બૌદ્ધ પેગોડા કાટમાળ બની ગયો છે. અહેવાલો અનુસાર, અન્ય દેશોમાંથી ટીમો અને સાધનો મોકલવામાં આવ્યા છે, પરંતુ તે શહેરોના એરપોર્ટને નુકસાન થવાને કારણે તેમાં અવરોધ આવી રહ્યો છે.

નેપીતામાં કર્મચારી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જ્યારે શહેરના મોટા ભાગમાં વીજળી, ફોન અને ઈન્ટરનેટની સેવાઓને અસર પહોંચી છે. બેંગકોકમાં બચાવકર્મીઓ 30 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપંટે જણાવ્યુ કે ઇમરત ધરાશાયી થવામાં અત્યાર સુધી આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે આઠ લોકોને બહારી લેવામાં આવ્યા છે. ઇમારતમાં 79 લોકો હજુ લાપતા છે.

ભારતે મદદ મોકલી
મ્યાનમારમાં પ્રચંડ ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને વિનાશ વચ્ચે, ભારતે શનિવારે 15 ટન રાહત સામગ્રી પહોંચાડી અને કટોકટી મિશન 'ઓપરેશન બ્રહ્મા' હેઠળ બચાવ ટીમો સાથે હવા અને સમુદ્ર દ્વારા વધુ પુરવઠો મોકલ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના આર્મી જનરલ મીન આંગ હલાઈંગ સાથે વાત કરી અને કહ્યું કે તેમના દેશમાં આવેલા મોટા ભૂકંપને કારણે થયેલા વિનાશનો સામનો કરવાના તેમના પ્રયાસોમાં ભારત તેમની સાથે એકતામાં ઊભું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More