Home> World
Advertisement
Prev
Next

જવાબી કાર્યવાહીના ખૌફથી પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, પહેલગામ હુમલા પર પહેલીવાર બોલ્યું PAK

પહેલગામ આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાનને જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનમાં અત્યારે હાઈ એલર્ટ છે અને આ મુદ્દે હવે પહેલીવાર પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે. રક્ષામંત્રીએ શું કહ્યું તે જાણો. 

જવાબી કાર્યવાહીના ખૌફથી પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, પહેલગામ હુમલા પર પહેલીવાર બોલ્યું PAK

જમ્મુ અને કાશ્મીરમાં હુમલા બાદ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે તે જોતા પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. મંગળવારની રાત પાકિસ્તાની સરકાર અને સેના બરાબર સૂઈ શકી નહીં. એવા સમાચાર છે કે પાકિસ્તાની એરફોર્સ યુનિટોને બોર્ડર નજીક તૈનાત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. તેમને ભાજપની જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનથી જે પ્રકારે રિપોર્ટ્સ આવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે ઓછામાં ઓછા 26 નિર્દોષ લોકોના મોત બાદ પાડોશી દેશ ડરે છે કે ભારત આતંકીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પહેલીવાર આ હુમલા વિશે નિવેદન આપ્યું છે. 

fallbacks

એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં પાકિસ્તાનના રક્ષામંત્રીએ તો અલગ વાર્તા કહેવાની શરૂ કરી દીધી. તેમણે ભારતના અનેક રાજ્યોના નામ લેતા આ હુમલાને ઘરેલુ સમસ્યા જણાવવાની કોશિશ કરી. જો કે દુનિયા પાકિસ્તાનની આ હરકતને સમજી ચૂકી છે. આ કોઈ નવી વાત નથી. 

પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાનને આ હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. આ બધી ઘરેલુ વસ્તુઓ છે. આ ભારતના રાજ્યોના અંદરથી થયું છે. ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે ભારતના રાજ્યોમાં બળવા થઈ રહ્યા છે. એક નહીં, બે નહીં પરંતુ ડઝનો પ્રમાણે. નાગાલેન્ડથી લઈને કાશ્મીર સુધી. મણિપુરમાં, સાઉથમાં, છત્તીસગઢમાં દિલ્હીના શાસન વિરુદ્ધ બળવો થઈ રહ્યો છે. આ હોમ ગ્રોન છે. લોકો પોતાના હક માંગે છે. 

પાકિસ્તાનને કઈ વાતનો ડર
પાકિસ્તાનથી એવા ખબર છે કે સરહદ પાસે વાયુસેનાને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારતીય હવાઈ ક્ષેત્રની બારીકાઈથી નિગરાણી માટે ડ્રોન વિમાનો તૈનાત કરાયા છે. પાકિસ્તાનની આ તૈયારીઓ તેમની અંદરના  ડરને પણ છતો કરે છે. જે પુલવામા હુમલા બાદ બાલાકોટની જેમ ભારતીય એક્શનનો ખૌફ દેખાડે છે. 

પહેલગામ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનની સેના? PAK સેનાધ્યક્ષનું નિવેદન ફરી ચર્ચામાં

ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે પણ સ્વીકાર્યું છે કે ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કોઈ પણ ભારતીય એક્શનનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ બાસિતે માહોલ જોતા પોકળ ધમકી પણ આપી છે કે ભારતના કોઈ પણ પગલાનો પાકિસ્તાન તરફથી જવાબ મળી શકે છે. 

Pahalgam Terror Attack Live Updates: અમિત શાહે પહેલગામ હુમલાના પીડિતોના પરિવાર સાથે કરી મુલાકાત, ભાવુક કરી દેશે આ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More