Home> World
Advertisement
Prev
Next

Pegasus Spyware: પેગાસસના નિશાના પર પાકિસ્તાનના PM ઇમરાન ખાનનો ફોન નંબર

એક દાવા પ્રમાણે ભારત સહિત ઘણા દેશોની સરકારોએ 150થી વધુ પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને અન્ય એક્ટિવિટ્સની જાસૂસી કરાવી છે. 

Pegasus Spyware: પેગાસસના નિશાના પર પાકિસ્તાનના PM ઇમરાન ખાનનો ફોન નંબર

ઇસ્લામાબાદઃ ઇઝરાયલના પેગાસસ (Pegasus) સ્પાઇવેયરના ફોન હેકિંગ વિવાદે ભારતમાં હડકંપ મચાવી દીધો છે, પાકિસ્તાન સુધી તેની અસર જોવા મળી રહી છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે હેક કરવામાં આવી રહેલા ફોનના લિસ્ટમાં એક નંબર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો પણ છે. એક દાવા પ્રમાણે ભારત સહિત ઘણા દેશોની સરકારોએ 150થી વધુ પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને અન્ય એક્ટિવિટ્સની જાસૂસી કરાવી છે. 

fallbacks

સર્વિલાન્સની લિસ્ટમાં સામેલ
ડોન અખબારમાં ધ પોસ્ટના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતના ઓછામાં ઓછા એક હજાર નંબર સર્વિલાન્સ લિસ્ટમાં સામેલ હતા, જ્યારે પાકિસ્તાનના ઘણા નંબર તેમાં હતા. તેમાંથી એક એવો નંબર હતો જેનો ઉપયોગ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ કરતા હતા. પરંતુ પોસ્ટે તે સ્પષ્ટ કર્યું નથી કે ઇમરાન ખાનના નંબરને હેક કરવાનો પ્રયાસ સફળ રહ્યો કે નહીં. 

આ પણ વાંચોઃ Pegasus spyware બનાવનારા NSO ગ્રુપે પણ જાસૂસીના આરોપ ફગાવ્યા, આપ્યો આ જવાબ

ભારતના ઘણા નંબર સામેલ
રિપોર્ટ પ્રમાણે ભારતના 300 નંબર મંત્રીઓ, વિપક્ષી નેતાઓથી લઈને પત્રકારો અને વૈજ્ઞાનિકોના છે. ભારતમાં રિપોર્ટ સામે આવ્યા બાદ પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરી અને મોદી સરકાર પર દેશમાં ધ્રુવીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વર્ષ 2019માં ભારત સરકારે આ સોફ્ટવેરના ઉપયોગનું ખંડન કર્યું હતું. સૌથી પહેલા 2016માં આ માલવેયર ચર્ચામાં આવ્યો જ્યારે રિસર્ચર્સે સંયુક્ત અરબ અમીરાતના એક વ્યક્તિની જાસૂસીનો આરોપ ઇઝરાયલના NSO સમૂહ પર લગાવ્યો હતો જે આ સોફ્ટવેર બનાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More