Axiom-4 Mission Shubhanshu Shukla : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ISS પર પગ મૂક્યો છે. ભારતના બીજા અવકાશયાત્રી હોવાની સાથે તેઓ અવકાશ મથક પર જનારા પ્રથમ ભારતીય છે. તેમની સાથે આ મિશન પર 3 અન્ય અવકાશયાત્રીઓ છે અને એક કાયમી ટીમ પહેલેથી જ ત્યાં હાજર છે. ત્યારે આ લોકો કોણ છે અને તે ત્યાં શું કરે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અનુભવી ટેસ્ટ પાઇલટ છે. આ ઉપરાંત, પેગી વ્હિટસન NASA ના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને એક્સિઓમ સ્પેસ મિશનના ડિરેક્ટર છે, જેમની પાસે 10 સ્પેસવોકનો રેકોર્ડ છે. સ્લેવોશ ઉજ્ઞાન્સ્કી ESA ના પ્રોજેક્ટ અવકાશયાત્રી છે અને પોલેન્ડથી ISS પર જનારા પ્રથમ વ્યક્તિ છે. ટિબોર કાપુ હંગેરીના HUNOR પ્રોગ્રામ હેઠળ પસંદ કરાયેલ અવકાશયાત્રી છે.
શુભાંશુ શુક્લાનું 'મિશન સ્પેસ' સક્સેસફુલ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થઈ એન્ટ્રી
શુંભાંશુ શુક્લા સાથે ત્રણ લોકો આ અવકાશ મિશન પર ગયા છે. ફોટોમાં દેખાતા બાકીના લોકો પહેલાથી જ ત્યાં છે. તેમાંથી પ્રથમ સભ્ય નિકોલ આયર્સ છે, જેમણે માઇક્રોગ્રેવિટીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તે સ્ટેશનના ઉપકરણોની સંભાળ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત પણ કેટલાક અવકાશયાત્રી છે જેણે અગાઉ ISS પર સમય વિતાવ્યો છે. ટાકુયા ઓનોશી જાપાનના એક અનુભવી અવકાશયાત્રી છે જેમણે અગાઉ ISS પર મિશન પૂર્ણ કર્યા છે. કિરિલ એક રશિયન અવકાશયાત્રી છે જેમને અવકાશ ઉડાનનો ખૂબ સારો અનુભવ છે. સેરગેઈ રાયઝિકોવ પણ એક અનુભવી અવકાશયાત્રી છે જે અગાઉ ઘણા અવકાશયાત્રી મિશનનો ભાગ રહી ચૂક્યા છે.
એલેક્સી ઝુબ્રિટ્સ્કી એક એન્જિનિયર અને અવકાશયાત્રી છે અને એક ટેકનિકલ નિષ્ણાત છે જે સ્ટેશનની સિસ્ટમ્સ અને વૈજ્ઞાનિક પ્રયોગો પર કામ કરે છે. તમને જણાવી દઈએ કે ISS એક વૈજ્ઞાનિક પ્રયોગશાળા છે જે પૃથ્વીની ભ્રમણકક્ષાથી 400 કિમીની ઊંચાઈ પર સ્થિત છે અને પૃથ્વીની આસપાસ ફરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે