Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપમાં ડખા: ચૂંટણી પહેલાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી ભરાયા, જૂથવાદમાં હવે પોલ ખૂલશે

Mahesana News: મહેસાણાની દૂધસાગર ડેરીમાં ભાજપ સમર્થિત અશોક ચૌધરીની પેનલ સાડા ચાર વર્ષથી વહીવટ કરી રહી છે. પહેલાં અઢી વર્ષ સમુસૂતરૂ ચાલ્યા બાદ ડેરીમાં કબજો કરવા માટે અશોક ચૌધરી અને કનુ ચૌધરીની પેનલ સામ સામે આવી ગઈ છે. હવે વાઈસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો હોવાનો આક્ષેપ થવાની સાથે આગામી દિવસોમાં મહેસાણા જિલ્લામાં ફરીથી જાતિવાદનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે. 

ભાજપમાં ડખા: ચૂંટણી પહેલાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી ભરાયા, જૂથવાદમાં હવે પોલ ખૂલશે

Mahesana News: ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના વિવાદ બાદ આજે પહેલીવાર ફરી ચર્ચામાં આવી છે. ભાજપ શાસિત ડેરીમાં હવે ડિરેક્ટરોમાં પણ 2 ભાગલા પડતાં આજે મામલો પોલિસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ડેરીના ચેરમેન પદ પર છેલ્લી 2 ટર્મથી બિરાજમાન અશોક ચૌધરી નિર્વિવાદીત રહ્યાં છે પણ આજે ડેરીના વાઈસ ચેરમેને મોટા આક્ષેપો કર્યા છે. હવે ડેરીમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપમાં જ ભાગલા પડતાં આગામી દિવસોમાં ડેરીના રાજકારણમાં નવા ફણગા ફૂટે તો નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. પાટીદારો સહકારી ક્ષેત્ર તો ડેરી સેક્ટર પર ચૌધરી સમાજનો દબદબો છે. 

fallbacks

ડેરીના વાઈસ ચેરમેન યોગેશ પટેલે હું પાટીદાર સમાજનો દીકરો છું હું પણ હુમલો કરી શક્યો હોવાનું વિવાદીત નિવેદન આપી પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો છે. ખોટા આંકડાઓ દેખાડી અશોક ચૌધરી ડેરીની વાહવાહી કરાવતાં હોવાના આક્ષેપો કર્યા છે. ચૂંટણીના વર્ષમાં જ વિવાદ બહાર આવતાં હવે ભાજપ પણ એક્ટિવ થાય તેવી પૂરી સંભાવના છે. દૂધસાગર ડેરીમાં  2 જૂથો છે પણ હવે ભાજપના ડિરેક્ટરોમાં અંદરો અંદરના વિખવાદનો મામલો આજે ચર્ચાને એરણે છે. ડેરીના ચેરમેન બન્યા બાદ અશોક ચૌધરીએ ડેરીને ખોટમાંથી બહાર કાઢવા અને દેવું ઘટાડવાના જબરદસ્ત પ્રયાસો કર્યા છે અને પ્રયાસો ઉડીને આંખે વળગે તેવા હોવા છતાં આજનો વિવાદ એમના માટે કાળી ટિલી સમાન છે. 

પાણી ભરાયેલા રોડ પર કાર ચલાવતા લાગે છે ડર,ફોલો કરો આ ટિપ્સ ક્યારેય બંધ નહીં પડે ગાડી

દૂધસાગર ડેરીના બોર્ડમાં બબાલ
દૂધસાગર ડેરીનો કરોડોનો વહીવટ છે. આ ડેરીના ચેરમેન પદ પર બિરાજવું એ સૌથી મોટું સન્માન છે. વિપુલ ચૌધરીએ આ માટે ઘણા પ્રયાસો કર્યા હોવા છતાં ગત ટર્મની ચૂંટણીમાં અશોક ચૌધરીએ મેદાન માર્યું હતું.  મહેસાણાની દૂધસાગર ડેરીની નિયામક મંડળની બેઠક શુક્રવારે મળી હતી. જેમાં વાર્ષિક હિસાબો બાબતે હોબાળો થયો હતો. ડેરીના વાઈસ ચેરમેન યોગેશ પટેલે આજે મોટા આક્ષેપો કર્યા છે કે અમે દેવું વધારવા નહીં પણ ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ. અશોક ચૌધરીને ચેરમેન બનાવવામાં પાટીદાર સમાજનો સિંહફાળો છે. અમારા પાટીદાર સમાજના 35 મત અમે આપ્યા છે. હું પણ પાટીદાર સમાજનો દીકરો છું. ડેરી પર હાલમાં ઓલરેડી 1790 કરોડનું દેવું છે. સાગર પત્રિકામાં ખોટું લખ્યું છે એ મામલે હું રજૂઆત કરવાનો હતો. એ મામલો મેં રજૂ કરતાં તેઓ ઉશ્કેરાયા હતા. 

ભાજપમાં જ 2 ભાગલા પડી ગયા
6 મહિના પહેલાં પણ એમના માણસો દ્રારા મને ધમકી અપાઈ હતી. બોર્ડની બેઠકમાં જ ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારી પર ઉશ્કેરાઈ જઈને મારી પર હુમલો કર્યો હતો. મારી સોનાની ચેઈન અને મારા ચશ્મા પણ તોડી નાખ્યા હતા. મેં ભાજપ પાર્ટીની શરમ ભરી, હું પણ પાટીદાર સમાજનો દીકરો છું હું પણ એમને મારી શકતો હતો પણ મેં આ પ્રયાસ નથી કર્યો. આ ઘટના બાદ મહેસાણાના સહકારી રાજકારણમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભાજપમાં જ 2 ભાગલા પડી ગયા છે. નિયામક મંડળની બેઠક અધવચ્ચે છોડીને યોગેશ પટેલ અને તેમની સાથેના ડિરેક્ટરો મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ કરવા માટે અરજી આપી છે. યોગેશ પટેલ સાથે ડિરેકટરો કનુ ચૌધરી અને એલ.કે.પટેલ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચતાં દૂધસાગર ડેરીમાં ભાજપના ડિરેક્ટરોના બે જૂથ પડયા હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. 

શિક્ષણ સહાયકો માટે ખુશખબર! ઉમેદવારોને આ તારીખે અપાશે નિમણૂક પત્ર,શાળાની ફાળવણી જાહેર

 ડેરીના ચેરમેન અશોક ચૌધરી શું કહ્યું?
આ મામલો વધુ વકરતાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પણ બચાવ કરતાં જણાવ્યું હતું કે, યોગેશ પટેલ નિયામક મંડળની બેઠક પહેલાં આવ્યા ત્યારે અન્ય ડિરેક્ટરોને કહેતા હતા કે, આજે મિટીંગમાં બબાલ કરવી છે. બોર્ડની મિટીંગ દરમિયાન યોગેશ પટેલે સવા કલાક સુધી પ્રશ્નો કર્યા હતા અને મે તેમના તમામ જવાબ આપ્યા હતા. તેમ છતાં તેઓ અપશબ્દો બોલી બેઠક છોડીને જતાં રહ્યા હતા. મિટીંગમાં માત્ર બોલાચાલી થઈ હતી. પરંતુ મે લાફો માર્યો નથી.  દૂધસાગર ડેરીમાં ચૂંટણીનું વર્ષ હોવાથી મને બદનામ કરવાનો છુપો એજન્ડા લઈને આવ્યા હતા. ત્રણ જિલ્લાની 1200 દૂધ મંડળીના પશુપાલકોને પૂછશો તો અમારા વહીવટની ખબર પડી જશે. અશોક ચૌધરી એ અગ્રણી સહકારી નેતા ગણાય છે. અશોક ચૌધરીના સમયગાળામાં ડેરીનું દેવું ઘટાડવાનો પ્રયાસ કરાયો હોવાનો દાવો કરાયો છે પણ વાઈસ ચેરમેને મોટા આક્ષેપો કરતાં આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસાઓ થઈ શકે છે. 

કોણ છે અશોક ચૌધરી?
અશોક ચૌધરી એ ચૌધરી સમાજના યુવા સહકારી નેતા છે. અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે. શાંત અને નિખાલસ સ્વભાવના અશોક ચૌધરીનું સમાજમાં સારુ વર્ચસ્વ છે. હવે આગામી દિવસોમાં સામ સામે આક્ષેપો થાય તો પણ નવાઈ નહીં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More