Home> World
Advertisement
Prev
Next

બાપ રે! મહિલાના મોઢામાંથી નીકળ્યો 4 ફૂટ લાંબો સાપ...Video જોઈને હાજા ગગડી જશે

Snake in Woman Mouth: રશિયાની આ મહિલાના મોઢામાંથી સર્જરી કરીને કાઢવામાં આવેલા 4 ફૂટના સાપની ઘટનાનો પળેપળનો એક ફૂટેજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલા જ્યારે સૂવા માટે બેડ પર ગઈ તો 4 ફૂટ લાંબો સાપ મહિલાના મોઢામાં ઘૂસી ગયો અને તેના ગળેથી નીચે ઉતરી ગયો. 

બાપ રે! મહિલાના મોઢામાંથી નીકળ્યો 4 ફૂટ લાંબો સાપ...Video જોઈને હાજા ગગડી જશે

Snake in Woman Mouth: જ્યારે પણ આપણે રાતે સૂવા માટે બેડ પર જઈએ છીએ ત્યારે કઈને કઈ એવું સપનું જોઈએ છીએ જેના પર ભરોસો કરવો સરળ રહેતો નથી. પરંતુ એક મહિલા સાથે એવી ખૌફનાક ઘટના ઘટી જેની તમે કલ્પના પણ કરી શકશો નહીં. સાંપને જોઈને લોકો આમ તો દૂર ભાગવાની કોશિશ કરે છે. પરતુ સૂતી વખતે એક મહિલાના મોઢામાં 4 ફૂટનો સાપ ઘૂસી ગયો. રશિયાની આ મહિલાના મોઢામાંથી સર્જરી કરીને કાઢવામાં આવેલા 4 ફૂટના સાપની ઘટનાનો પળેપળનો એક ફૂટેજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલા જ્યારે સૂવા માટે બેડ પર ગઈ તો 4 ફૂટ લાંબો સાપ મહિલાના મોઢામાં ઘૂસી ગયો અને તેના ગળેથી નીચે ઉતરી ગયો. 

fallbacks

મહિલાના મોઢામાં ઘૂસી ગયો 4 ફૂટ લાંબો સાપ
વીડિયોની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે એક મહિલા ઓપરેશન થિયેટરમાં સૂતેલી હોય છે અને ડોક્ટર્સ ઓપરેશન દ્વારા સાપને કાઢવાની કોશિશ કરે છે. એક મહિલા ડોક્ટરે દર્દીના મોઢામાં સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ નાખીને 4 ફૂટ લાંબો સાપ બહાર કાઢ્યો. બહાર કાઢતા જ ડોક્ટર પર સાપે હુમલો કરી દીધો. જો કે સાપની પહોંચથી ડોક્ટર દૂર હતા એટલે બહુ  ખાસ ફરક પડ્યો નહીં. મહિલાના મોઢામાંથી ડોક્ટરો દ્વારા સાપ કાઢવાનો આ જૂનો વીડિયો હાલ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. 11 સેકન્ડના આ ફૂટેજમાં દેખાડવામાં આવ્યું છે કે ડોક્ટર બેહોશીની હાલતમાં મહિલાના મોંઢામાંથી એક સાપને બહાર કાઢે છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે મહિલાના મોઢામાંથી ડોક્ટરે 4 ફૂટ લાંબો સાપ  કાઢ્યો. મહિલા જ્યારે સૂઈ રહી હતી ત્યારે સાપ અંદર ઘૂસી ગયો. 12 નવેમ્બરે શેર કરાયેલા આ વીડિયો માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 16 લાખથી વધુ વખત જોવાયો છે. વીડિયોને 36.9k થી વધુ લાઈક્સ મળી છે અને કમેન્ટ સેક્શનમાં લોકો વીડિયો જોઈને ડરેલા હોય તેવી કમેન્ટ્સ પણ છે. એક યૂઝરે લખ્યું કે આથી જ હું સૂતી વખતે ધાબળો ઓઢીને સૂઈ જઉ છું. અન્ય એક યૂઝરે  લખ્યું કે આ તો ક્રેઝીનેસ છે. મને આશ્ચર્ય છે કે કોઈ આટલી ગાઢ ઊંઘમાં કેવી રીતે સૂઈ શકે છે અને એક સાપ કોઈના મોઢામાં ઘૂસી જાય. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More