ભારત સહિત ચાર દેશોમાં એકવાર ફરીથી ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. ત્રણ કલાકની અંદર ભારત, નેપાળ, તિબ્બત અને પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. ભારતમાં પટણાના લોકોએ સવારના 2.35 વાગે આંચકા મહેસૂસ થયા બાદ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂકંપના ઝતકા નેપાળના બાગમતી પ્રાંતમાં પણ વહેલી સવારે 2.25 વાગે મહેસૂસ થયા. નેપાળનું બાગમતી બિહારના મુઝફ્ફરનગરથી 189 કિલોમીટર ઉત્તરે છે. આ ભૂકંપમાં જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. નેપાળ ઉપરાંત પાડોશી દેશ તિબ્બતમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા.
પાકિસ્તાનમાં પણ ધરા ધ્રુજી
બીજી બાજુ પાકિસ્તાનમાં પણ સવારે 5.14 વાગે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. આંચકા મહેસૂસ થતા જ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5ની નોંધાઈ. આ અગાઉ 16 ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીથી આઠ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું. ભૂકંપના આંચકાના કારણે કોઈ પણ પ્રકારના નુકસાનના જો કે હજુ સુધી સમાચાર નથી.
ભૂકંપ કેમ આવે છે?
અસલમાં ભૂકંપનું મુખ્ય કારણ ટેક્ટોનિક પ્લોટોની હલચલ છે. ધરતી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. જે સતત ધીમી ગતિથી હલતી રહે છે. જ્યારે આ પ્લેટો પરસ્પર અથડાય ત્યારે ખસે છે અને જે ઉર્જા નીકળે છે તેનાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ પ્લેટો દર વર્ષે લગભગ 4થી 5 મિલિમીટર સુધી પોતાની સ્થિતિ બદલે છે. ક્યારેક તે ટકરાઈને ફસાઈ જાય છે અને અચાનક ઉર્જા મુક્ત થવાથી ભૂકંપ આવે છે.
રિક્ટર મેગ્નીટ્યૂડ સ્કેલ 1થી 9 સુધી હોય છે. ભૂકંપની તીવ્રતાને તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માંપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રથી નીકળનારી ઉર્જાને આ સ્કેલ પર માંપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાની ઉર્જા નીકળી રહી છે. 9 એટલે સૌથી વધુ. ખુબ જ ભયાનક અને તબાહીવાળી લહેર. તે દૂર જતા જતા નબળી થતી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 જોવા મળે તો તેની આસપાસના 40 કિલોમીટરના દાયરામાં તેજ આંચકા અનુભવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે