Home> World
Advertisement
Prev
Next

Sunita Williams: સુનીતા વિલિયમ્સ ધરતી પર પરત ફરી, જોઈ લો લેન્ડિંગનો સૌથી રોમાંચક Video

Sunita Williams Return Video: સુનીતા વિલિયમ્સની સુરક્ષિત ઘર વાપસી થઈ ગઈ છે. તેમનું યાન ફ્લોરિડાના સમુદ્ર કિનારે સુરક્ષિત લેન્ડ થયું હતું. સુનીતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષ યાત્રીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 

Sunita Williams: સુનીતા વિલિયમ્સ ધરતી પર પરત ફરી, જોઈ લો લેન્ડિંગનો સૌથી રોમાંચક Video

Sunita Williams Return Video: છેલ્લા 9 મહિનાથી અંતરિક્ષમાં રહેનાર સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાંથઈ સુરક્ષિત પરત ફર્યા છે. આ દરમિયાન તેમની સાથે નિક હેગ અને રુસી અંતરિક્ષ યાત્રી એલેક્ઝેંડર ગોર્બુનોવે પણ હતા. 

fallbacks

તેઓ સ્પેસએક્સના ડ્રેગ કેપ્સૂલની મદદથી સફળ સ્પ્લૈશડાઉન થયા છે. તેમના લેન્ડિંગનો રોમાંચક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે 4 છત્રીવાળું એક યાન સમુદ્રમાં વચ્ચે ઉતરે છે.

જ્યારે અંતરિક્ષ યાત્રી કેપ્સૂલમાંથી બહાર આવ્યા તો તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા. આ એક સામાન્ય પ્રક્રિયા છે. લાંબા સમય સુધી સ્પેસમાં રહેનાર યાત્રી માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. ક્રૂ ડ્રેગનની સાઈડ હૈચ મિશન દરમિયાન બંધ રહે છે. જ્યારે તે આઈએએસ એટલે કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સાથે જોડાયેલું હોય છે તો યાત્રી ઉપર લાગેલા એક અલગ હૈચથી અંદર બહાર આવે છે. 

જ્યારે કેપ્સૂલ ફ્લોરિડાના તલ્હાસી કિનારે સમુદ્રમાં ઉતર્યું તો તેની આસપાસ અનેક જોલ્ફિન તરતી જોવા મળી હતી. ત્યાં હાજર બોટની મદદથી કેપ્સૂલને સ્થિર કરવામાં આવ્યું અને યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More