Home> India
Advertisement
Prev
Next

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર, શિક્ષણની સાથે નોકરીની પણ તક; ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ સમજૂતી

Stuy In New Zealand: હવે ન્યુઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી તકો ખુલવા જઈ રહી છે. આ સંબંધમાં સોમવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર, શિક્ષણની સાથે નોકરીની પણ તક; ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ સમજૂતી

Stuy In New Zealand: ન્યૂઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે નવી તકો ખૂલવા જઈ રહી છે. જી હા... તેનો ખુલાસો ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સનના ભારત પ્રવાસ દરમિયાન થયો છે. કેમ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે એક ખાસ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેના કારણે હવે વધારે સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. ત્યારે નવા MOUમાં શું છે? ચાલો તેના વિશે જાણીએ.

fallbacks

ન્યૂઝીલેન્ડે ખોલ્યા વિદ્યાર્થીઓ માટે દરવાજા
જી હા... આ એકદમ સાચી વાત છે. કેમ કે હાલમાં ન્યૂઝીલેન્ડમાં લગભગ 70,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ વિવિધ દેશોના છે. તેમાંથી 11 ટકા વિદ્યાર્થીઓ ભારતના છે. હવે નવા નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે.

શુક્રનું માર્ગી થવું અને ગોચરથી ડબલ ફાયદો, આ 3 રાશિઓ પર થશે અપાર ધનવર્ષા!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલ શિક્ષણ સમજૂતી પર નજર કરીએ તો વધારે ભારતીય વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસની તક મળશે. તેમજ ન્યૂઝીલેન્ડના વિદ્યાર્થીઓ પણ ભારત આવીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. બન્ને દેશોની વિશ્વ વિદ્યાલયોની વચ્ચે શૈક્ષણિક સહયોગ વધશે અને સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંયુક્ત રિસર્ચને વેગ મળશે. પારંપરિક ચિકિત્સા, યોગ, ભારતીય સંગીત અને સંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરવામાં આવશે.

200000000000 રૂપિયાની નેટવર્થ... કોણ છે દુનિયાના સૌથી મોટા ઘરની ખુબસુરત માલકિન

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ સમજૂતી
અમેરિકા અને કેનેડાના કડક નિયમો પછી વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડ જવાનું પસંદ કરી રહ્યા છે. તેના પગલે ભારત અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી વચ્ચે સહમતિ બની કે બન્ને દેશોની વચ્ચે શિક્ષણ સંબંધોને મજબૂત કરવામાં આવશે. પીએમ મોદીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બન્ને દેશની ગાઢ મિત્રતાનો ફાયદો લોકોને થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. 

માઉન્ટ આબુમાં હવે નહીં મળે દારૂ! ગુજરાતીઓને 440 વોટનો ઝટકો, સરકાર લેશે મોટો નિર્ણય!

શિક્ષણની સાથે સાથે નોકરીની પણ તક
છેલ્લાં ઘણા સમયથી ન્યૂઝીલેન્ડમાં અભ્યાસની તકો વધી છે અને અહીંયા મોટી સંખ્યામાં યુવાઓ નોકરી પણ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીની ભારત મુલાકાતથી ભારતના વિદ્યાર્થીઓ માટે મોટા દરવાજા ખૂલી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More