અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસેથી આયાત થનારા ઉત્પાદકો પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. પરંતુ સરકારે પણ સ્ષષ્ટ કર્યું છે કે તે કોઈ પણ અન્ય દેશના દબાણમાં આવીને કે ડેડલાઈનમાં કોઈ ટ્રેડ ડીલ નહીં કરે. આ બધા વચ્ચે સરકાર ટ્રમ્પના ટેરિફને પહોંચી વળવાની તૈયારીઓ પણ કરી રહી છે અને આ અંગે આત્મમંથન ચાલુ છે. આ માટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સરકાર સાથે મળીને પ્લાનિંગ કરશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે કે શશિ થરૂરની અધ્યક્ષતાવાળી વિદેશ મામલાઓની સ્થાયી સમિતિને સોમવારે ભારતની હાલની વિદેશ નીતિના નવા ઘટનાક્રમોથી માહિતગાર કરાશે. તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રાલય અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રતિનિધિ સમિતિને ભારતની વિદેશ નીતિના ઘટનાક્રમો અંગે જાણકારી આપવામાં આવશે. જેમાં ખાસ કરીને અમેરિકા-ભારત વેપાર વાર્તા અને ટેરિફ વિશે જણાવવામાં આવશે.
વિદેશ મંત્રાલયે બેઠક પહેલા સંસદીય સમિતિને જણાવ્યું કે ભારત પર સેકન્ડરી પ્રતિબંધ લગાવવાના અમેરિકી નિર્ણયે તેને એક એવા ભૂ રાજનીતિક સંઘર્ષમાં ધકેલી દીધો છે જે એણે પોતે કર્યો નથી. બંને દેશો વચ્ચે વિશ્વાસમાં આવેલી કમી છતાં તેમણે કહ્યું કે ભારત અમેરિકા સાથે રચનાત્મક રીતે જોડાવવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતે અનેક ચીજો પર વિચાર કરવો પડશે-શશિ થરૂર
આ અગાઉ અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શુક્રવારે કહ્યું હતું કે ભારતે પોતાના હિતોની પણ રક્ષા કરવી જોઈએ. થરૂરે કહ્યું કે જે થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. એક એવો દેશ જેની સાથે આપણા ઘનિષ્ઠ સંબંધો હતા અને આપણે રણનીતિક ભાગીદાર તરીકે કામ કરતા હતા જો તે દેશે પોતાનો વ્યવહાર બદલ્યો હોય તો ભારતે અનેક ચીજો પર વિચાર કરવો જોઈએ। કદાચ આવનારા બે ત્રણ અઠવાડિયામાં આપણે વાતચીત કરી શકીએ અને કોઈ રસ્તો નીકળી શકે. ભારતે પોતાના હિતોનું પણ ધ્યાન રાખવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે