Top 10 countries with most Unesco World Heritage Sites: સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં વિશ્વભરના વિવિધ દેશોના પ્રાચીન અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે, જેમાં ભારતનો તાજમહેલ અને ઇજિપ્તના પિરામિડનો સમાવેશ થાય છે. આ સ્થળો વિશ્વની અમૂલ્ય સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં ચાલો તમને વિશ્વના સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ધરાવતા ટોપ 10 દેશો વિશે જણાવીએ. તમને જણાવી દઈએ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં વર્ષ 2025 સુધી વિવિધ દેશોના 1,248 સ્થળોનો સમાવેશ થાય છે.
ઇટલી
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સૌથી ટોપ પર ઇટલી છે. ઇટલીના 60 હેરિટેજ સાઇટ્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે.
ચીન
ઈટલી બાદ ચીન આવે છે. ચીન 59 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે ચીન બીજા ક્રમે છે.
જર્મની
જર્મની તેમના 54 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે ત્રીજા ક્રમે છે.
રશિયામા પ્રલયના ભણકારા!8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 450 વર્ષથી સૂતેલો જ્વાળામુખી ફાટ્યો
ફ્રાન્સ
યુનેસ્કોના 53 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે ફ્રાન્સ ચોથા ક્રમે છે
સ્પેન
યુનેસ્કોના 50 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે સ્પેન આ યાદીમાં પાંચમા ક્રમે છે.
ભારત
ભારત આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે અને તેના 44 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. જે તેની સમૃદ્ધ સંસ્કૃતિ, સુવર્ણ ઇતિહાસ અને વિવિધતા માટે જાણીતું છે. તેમાં કુતુબ મિનાર, તાજમહેલ, સૂર્ય મંદિર, નાલંદા વગેરેનો સમાવેશ થાય છે.
મેક્સિકો અને યુકે
મેક્સિકો અને યુકે બન્ને 35 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે સાતમા ક્રમે છે.
એક સમયે સફેદ હતો લાલ કિલ્લો! તો પછી અંગ્રેજોએ કેમ બદલી નાખ્યો રંગ? જાણો આ રોચક કહાની
રશિયા
યુનેસ્કોના 33 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે રશિયા આઠમા ક્રમે છે.
ઈરાન
યુનેસ્કોના 28 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે ઈરાન નવમા ક્રમે છે.
જાપાન
'ઉગતા સૂર્યની ભૂમિ' તરીકે પણ ઓળખાતું જાપાન 26 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે દસમા ક્રમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે