Home> India
Advertisement
Prev
Next

ભારતનો એકમાત્ર જિલ્લો જે એક નહીં પણ બે રાજ્યોનો છે ભાગ...એક ક્લિકમાં જાણી લો નામ

General Knowledge : ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, જેમાં કુલ જિલ્લાઓની સંખ્યા 797 છે. આવી સ્થિતિમાં, શું તમે દેશના એકમાત્ર એવા જિલ્લા વિશે જાણો છો જે એક નહીં પણ બે રાજ્યોમાં આવે છે ?

ભારતનો એકમાત્ર જિલ્લો જે એક નહીં પણ બે રાજ્યોનો છે ભાગ...એક ક્લિકમાં જાણી લો નામ

General Knowledge : ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, જેમાં કુલ જિલ્લાઓની સંખ્યા 797 છે, પરંતુ શું તમે ભારતના એવા જિલ્લા વિશે જાણો છો જે બે રાજ્યોનો ભાગ છે ? આ લેખમાં અમે તમને આ જિલ્લા વિશે જણાવીશું.

fallbacks

ભારતમાં કુલ 797 જિલ્લાઓ છે. આમાંથી 752 જિલ્લાઓ રાજ્યોમાં આવે છે અને 45 જિલ્લાઓ કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. આ દરેક જિલ્લા તેની અલગ અલગ વિશેષતાઓ માટે જાણીતા છે. અમે  જે જિલ્લા વિશે વાત કરી રહ્યા છીએ તે ચિત્રકૂટ છે, જે બે રાજ્યોમાં ફેલાયેલો છે. આ જિલ્લો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બંનેનો ભાગ છે.

ચિત્રકૂટ બે રાજ્યોમાં કેવી રીતે આવે છે ?

ચિત્રકૂટ જિલ્લાના કારવી, માઉ, માણિકપુર અને રાજાપુર તાલુકા ઉત્તર પ્રદેશમાં છે. તો ચિત્રકૂટ શહેર મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવે છે. વહીવટી રીતે આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી, તેને એક જ વિસ્તાર માનવામાં આવે છે.

320ની સ્પીડ, 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ...ક્યારે દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન ?

ચિત્રકૂટને હિન્દુ ધર્મ માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે 14 વર્ષમાંથી 11 વર્ષ અહીં વનવાસ વિતાવ્યો હતો. હજારો ભક્તો દર્શન માટે કામદગીરી પર્વત, ગુપ્ત ગોદાવરી ગુફા અને હનુમાન ધારા જેવા સ્થળોએ પહોંચે છે. તો ભારતનો સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લો છે, જેનો વિસ્તાર લગભગ 45,674 ચોરસ કિલોમીટર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More