Pakistan Train Hijack News: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ એક ટ્રેન હાઇજેક કરી લીધી છે. BLA અનુસાર 182 યાત્રીકોને બંધક બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી 20 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દેવામાં આવ્યા છે. સાથે એક ડ્રોનને પણ પાડી દેવામાં આવ્યું છે. ટ્રેનને હાઇજેક કર્યા બાદ બીએલએએ પોતાના નિવેદનમાં શાહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે તેની વિરુદ્ધ કોઈ પગલાં ભરશે તો તે બધા બંધકોને મારી નાખશે.
બીએલએએ ચેતવણી આપતા કહ્યું કે જો એર સ્ટ્રાઇક રોકવામાં ન આવી તો આગામી એક કલાકની અંદર બંધકોને માની નાખવામાં આવશે. પરંતુ આ ઘટના પર પાક સેના-પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જાણકારી અનુસાર બીએલએનો મુકાબલો કરવા માટે પાક સેના એર સ્ટ્રાઇકની તૈયારી કરી રહી છે અને એર એસેટ તૈનાત કરવામાં આવ્યા છે.
આ રીતે ટ્રેનનું અપહરણ થયું
BLA કહે છે કે ટ્રેન ટ્રેક પર ઉભી રહેવાની સાથે જ અમારા લોકોએ ટ્રેનનો કબજો સંભાળી લીધો. આતંકવાદી સંગઠનોનું કહેવું છે કે જો પાકિસ્તાની સેના કોઈ કાર્યવાહી કરશે તો બધા ૧૨૦ બંધકોને મારી નાખવામાં આવશે. BLA એ પાકિસ્તાની સેનાને કડક ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈપણ પ્રકારનું લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાની સેનાની રહેશે.
આ પણ વાંચોઃ Elon Musk પર ચોંકાવનારો દાવો! ખુદ દીકરીએ ખોલી પોલી, જાણો 3 મહિલાથી 14 બાળકોનું રહસ્ય
પાકિસ્તાની સેનાને ચેતવણી આપવામાં આવી
બલૂચ લિબરેશન આર્મી (BLA) ના આતંકવાદીઓ દ્વારા જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યા બાદ પાકિસ્તાન સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભૂમિ દળોને પીછેહઠ કરવી પડી છે ત્યારબાદ હવે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. હેલિકોપ્ટર અને ફાઇટર જેટ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. BLA ના માજીદ બ્રિગેડ, STOS, ફતાહ સ્ક્વોડ અને જીરાબ યુનિટના લડવૈયાઓ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સંગઠને પાકિસ્તાની સેનાને ચેતવણી આપતા કહ્યું કે, તમારા સૈનિકોને બચાવવાની આ છેલ્લી તક છે.
બંધકોમાં પાકિસ્તાની સૈનિકો
બંધકોમાં પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ બદલો લેશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે. BLAના પ્રવક્તા જિયાંદ બલોચે હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે આ કાર્યવાહી આયોજનબદ્ધ હતી અને તેમના લડવૈયાઓનો ટ્રેન અને મુસાફરો પર સંપૂર્ણ કબજો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે