Turkmenistan Wedding Ritual: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તુર્કમેનિસ્તાન જેવા દેશમાં લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાત દુલ્હન અને દુલ્હાને તેમના પરિવારના સભ્યોની હાજરીમાં મનાવી પડે છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન સાસુ, સસરા અને સંબંધીઓ નજીકમાં બેસીને ચાદર પરના લોહીના નિશાન જોઈને દુલ્હનની "પવિત્રતા"ની પુષ્ટિ કરે છે. આ વિચિત્ર રિવાજ અંગે લોકોએ ઇન્ટરનેટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે.
મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે જૂન મહિનાનો સમાપ્ત, જુલાઈમાં આ 5 રાશિઓ કરશે રાજ!
શું છે વાયરલ વીડિયોમાં?
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તુર્કમેનિસ્તાનમાં એક નવપરિણીત દુલ્હનને તેના પતિ સાથે પહેલી રાત ચાદર નીચે વિતાવવી પડે છે, જ્યારે પરિવારના સભ્યો નજીકમાં બેઠેલા હોય છે. તેઓ ચૂપચાપ જોતા રહે છે અને બીજા દિવસે ચાદર પરના લોહીના નિશાન જોઈને નક્કી થાય છે કે યુવતી વર્જિન હતી કે નહીં.
વાસ્તવિકતા શું છે?
જ્યારે આ દાવાની તપાસ કરવામાં આવી ત્યારે આ રિવાજની પુષ્ટિ કરવા માટે કોઈ વિશ્વસનીય સ્ત્રોત કે પુરાવા મળ્યા ન હતા. જ્યારે તુર્કમેનિસ્તાનની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે ઉપલબ્ધ વેબસાઇટ્સ જેમ કે advantour.com અને turkmenportal.comમાં આવી કોઈ પ્રથાનો ઉલ્લેખ નથી. જો કે, આ દેશમાં લગ્ન પહેલાં યુવતી કુંવારી હોવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આ એક ખાનગી વિષય છે, જેમાં પરિવારની સીધી ભૂમિકા નથી.
ખોદકામ દરમિયાન મળ્યો વિશ્વનો સૌથી કિંમતી ખજાનો, બીજી દુનિયા સાથે છે ખાસ કનેક્શન!
અહીં કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી માટે મળી રહ્યા છે 1 લાખ, જાણો કોણ લઈ શકે છે લાભ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર explorit.tech નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે જ્યારે હજારો લોકોએ તેને લાઇક કર્યો છે. વીડિયો જોયા પછી યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયા પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે