Home> Business
Advertisement
Prev
Next

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 2026 નહીં આ વર્ષથી પગારમાં થઈ શકે છે વધારો, જાણો કારણ

8th Pay Commission Latest Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 8મા પગાર પંચની રચનામાં વિલંબ, 2027માં પગાર વધવાની શક્યતા. ફિટમેન્ટ ફેક્ટર 1.92 કેમ રહેવાની શક્યતા છે અને બાકી રકમનું શું થશે તે જાણો.
 

 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 2026 નહીં આ વર્ષથી પગારમાં થઈ શકે છે વધારો, જાણો કારણ

8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો જે આઠમાં પગાર પંચમાં પોતાના પગારમાં વધારો થવાનું સપનું જોઈ રહ્યાં છે, તેના માટે ખરાબ સમાચાર છે. આશા કરવામાં આવી રહી હતી કે 1 જાન્યુઆરી 2026થી નવો પગાર (Salary Revision) લાગૂ થઈ જશે. પરંતુ હવે જે સંકેત મળી રહ્યાં છે કે કર્મચારીઓની પ્રતીક્ષા લાંબી ચાલવાની છે. પગાર પંચની રચનાને લઈને તેને લાગૂ થવાની પ્રક્રિયામાં ઘણો વિલંબ થવાનો છે, જેનાથી કર્મચારીઓની ચિંતા વધી ગઈ છે. સરકાર તરફથી હજુ પંચની રચના થઈ નથી અને ન TOR (Terms of Reference) ને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પગાર વધારાની પ્રક્રિયામાં વિલંબ થશે. આવો જાણીએ આ વિલંબનું શું કારણ છે અને તેનાથી તમારા પગાર પર શું અસર પડશે.

fallbacks

પગાર પંચની રચનામાં વિલંબ કેમ? (Why 8th CPC Formation Delayed?)
આઠમાં પગાર પંચની રચનામાં થઈ રહેલા વિલંબનું સૌથી મોટું કારણ ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) ફાઇનલ ન થવાનું છે. TOR એ પાયો છે જેના પર પગાર પંચનો સમગ્ર ઢાંચો ઉભો છે. તે નક્કી કરે છે કે કમિશન કયા મુદ્દાઓ પર સરકારને તેની ભલામણો આપશે, તેની ભલામણોનો અવકાશ શું હશે અને રિપોર્ટ સબમિટ કરવા માટે તેને કેટલો સમય મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે TOR તૈયાર કરવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે. જ્યાં સુધી સરકાર TOR ને અંતિમ સ્વરૂપ ન આપે ત્યાં સુધી ન તો કમિશનની ઔપચારિક રચના થઈ શકશે અને ન તો તે તેનું કામ શરૂ કરી શકશે.

આ પણ વાંચોઃ ક્યારેક 'શૂન્ય' થઈ ગઈ હતી અનિલ અંબાણીની નેટવર્થ, હવે કર્યું શાનદાર કમબેક

2027 સુધી ટળી શકે છે પગારમાં રિવિઝન (Salary Revision Postponed)
રચનામાં થઈ રહેલા વિલંબની અસર ભલામણોના લાગૂ થવા પર પડશે. વર્તમાન સ્થિતિને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે-

1. કમીશનની રચના
જો પ્રક્રિયા ઝડપી નહીં થાય, તો 2025 ના અંત સુધીમાં કમિશનની રચના થઈ શકે છે.

2. રિપોર્ટ તૈયાર કરવાનો સમય
એકવાર રચાયા પછી, કમિશનને દેશભરના કર્મચારી સંગઠનો, મંત્રાલયો અને નિષ્ણાતો સાથે સલાહ લઈને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગશે.

૩. ભલામણો ક્યારે આવશે
આ મુજબ, 8મા પગાર પંચનો અંતિમ રિપોર્ટ 2027 ની શરૂઆત સુધીમાં જ સરકારને સુપરત કરી શકાશે.

૪. તેનો અમલ ક્યારે થશે
રિપોર્ટ આવ્યા પછી, સરકાર તેને કેબિનેટમાં પસાર કરશે અને પછી તેને લાગુ કરવા માટે સૂચના જારી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને જોતા, વધેલો પગાર 2027 માં જ કર્મચારીઓના હાથમાં આવવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ધડાધડ આ કંપનીના શેર વેચવા લાગ્યા ઈન્વેસ્ટરો, 778 રૂપિયાથી ₹51 પર આવી ગયો ભાવ

Fitment Factor: 3.68 ની આશા પર પાણી ફરી મળ્યું
પગારમાં કેટલો વધારો થશે, તેનો નિર્ણય ફિટમેન્ટ ફેક્ટર કરે છે. આ તે સંખ્યા છે જેનો તમારી બેઝિક સેલેરી સાથે ગુણાકાર કરવામાં આવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 ગણું હતું. કર્મચારી સંગઠન લાંબા સમયથી 3.68 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યાં છે. પરંતુ હવે જે માહિતી બહાર આવી રહી છે તે ચોંકાવનારી છે. સૂત્રો કહે છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહેવાની શક્યતા છે. સરકાર તેમાં કોઈ મોટા ફેરફાર કરવાના મૂડમાં નથી. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહેશે, તો તે કર્મચારીઓ માટે મોટો આંચકો હશે કારણ કે તેનાથી પગારમાં અપેક્ષિત વધારો થશે નહીં.

શું 1 જાન્યુઆરી 2026થી મળશે Arrears?
આ એક મોટો સવાલ છે કે જો પગાર 2027મા વધે છે તો શું કર્મચારીઓને નુકસાન થશે? અહીં એક રાહતની વાત હોઈ શકે છે. સરકાર ભલે ભલામણોને 2027મા લાગૂ કરે, પરંતુ તેને 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી માની શકે છે. આવું પહેલા થઈ ચૂક્યું છે. જો સરકાર આઠમાં પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી માને છે તો કર્મચારીઓને તે ગાળાનું એરિયર્સ મળી શકે છે. તેનો મતલબ છે કે જાન્યુઆરી 2026થી લઈને જ્યાં સુધી નવો પગાર લાગૂ ન થાય, ત્યાં સુધીના વધેલા પગારના પૈસા એક સાથે ખાતામાં આવી જશે. પરંતુ અંતિમ નિર્ણય સરકારના ઈરાદા અને પંચની ભલામણો પર નિર્ભર કરશે.

TOR ન બનવાથી અટક્યો મામલો
8th Pay Commission રચના પહેલા TOR (Terms of Reference) બનાવવું જરૂરી છે. પગાર પંચની રચનામાં થઈ રહેલા વિલંબથી કર્મચારી સંગઠન નારાજ છે. તે સરકાર પર સતત દબાવ બનાવી રહ્યાં છે કે TOR ને જલ્દી ફાઇનલ કરી પંચની રચના કરવામાં આવે. તેની માંગ છે કે ભલામણોને કોઈપણ સ્થિતિમાં 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરવામાં આવે અને વિલંબની સ્થિતિ બને તો એરિયર આપવામાં આવે. હકીકતમાં  TOR જ પંચનું ફ્રેમવર્ક તૈયાર કરે છે.  TOR વગર પંચની ભલામણો શરૂ ન થઈ શકે. સૂત્રો પ્રમાણે હાલ  TOR ના ડ્રાફ્ટ પર મંથન ચાલી રહ્યું છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચોઃ એક ભૂલે બધું બરબાદ કરી દીધું, ₹152257647298 સંપત્તિવાળો આજે થઈ ગયો કંગાળ

આગળ શું છે સંભાવના?
સરકારનું વલણ હાલ સ્પષ્ટ નથી, પરંતુ સૂત્રો પ્રમાણે 2025ના બીજા છ મહિના કે અંત સુધી પંચની રચના સંભવ છે. તેવામાં કર્મચારીઓએ 2027 પહેલા પગાર વધારાની આશા ન રાખવી જોઈએ.

હવે ક્યા સુધી બની શકે છે રિપોર્ટ?

તબક્કો અંદાજિત સમય મર્યાદા
પંચની રચના 2025 ના અંત સુધી
ભલામણો તૈયાર કરવાનો સમયગાળો ઓછામાં ઓછા 15 મહિના
સંભવિત ભલામણોની રજૂઆત માર્ચ-એપ્રિલ 2027
લાગૂ થવાની તારીખ 1 જાન્યુઆરી 2026 (સંભવિત)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More