રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું છે. યુક્રેને 550 દિવસોના સીક્રેટ મીશન હેઠળ રશિયા પર એક એવો ડ્રોન હુમલો કર્યો છે જે રશિયા માટે સંભાળવું લાગે છે કે મુશ્કેલ બની રહ્યુ છે. રશિયાના 40 ફાઈટર વિમાનો આ ડ્રોન એટેકમાં તબાહ થયા હોવો દાવો છે. આશંકા છે કે ક્યાંક ધૂંધવાયેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પરમાણુ હુમલો ન કરી નાખે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે કઈ રીતે દોઢ વર્ષથી તેમની સેના રશિયા પર સૌથી મોટા હુમલાની તૈયારી કરી રહી હતી. રશિયાના એર ડિફેન્સ સિસ્ટમ સાથે યુક્રેન ક્યાંય ટકી શકે તેમ નથી. રશિયાની મિસાઈલો અને રડાર સિસ્ટમના કારણે યુક્રેન માર ખાઈ રહ્યું હતું. પરંતુ તેણે ગોરિલા યુદ્ધની જેમ રશિયામાં તબાહી મચાવી.
યુક્રેને કોઈ ફાઈટર જેટ કે સૈન્ય એરબેસની જગ્યાએ રોડ પર ચાલતા ટ્રકથી રશિયા પર સૌથી મોટા ડ્રોન એટેકનો ખતરનાક પ્લાન બનાવ્યો જેથી કરીને તે પકડમાં ન આવી શકે. પછી ત્યાંથી રિમોટ સંચાલિત વિસ્ફોટકો ભરેલા ડ્રોન રશિયાની વાયુસેના ઠેકાણાઓ પર છોડ્યા. તેણે ઓછા ખર્ચે રશિયાના મોટા હથિયારોના ભંડારોને ગણતરીની પળોમાં સ્વાહા કરી દીધા.
યુક્રેનના મીડિયાએ ગુપ્તસૂત્રોના હવાલે આ જાણકારી આપી. તેમાં કહેવાયું છે કે 41 રશિયન ફાઈટર વિમાનોને આ હુમલામાં તબાહ કરાયા છે. જાણકારી મુજબ યુક્રેને ઓપરેશન સ્પાઈડર્સ વેબ (Operation Spider's Web) દ્વારા રશિયાની અંદર અતિસુરક્ષિત સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. તેના માટે એક ચાલુ ટ્રકમાં લાકડીઓના બોક્સમાં એફવીપી ડ્રોન છૂપાવીને રખાયા હતા. યુક્રેન યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું હતું અને પછી રિમોટ કંટ્રોલથી ટ્રકની છત ખોલીને અચાનક ડ્રોનનો વરસાદ કરી રશિયાના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો.
Ukrainian "Pavutyna" (spider net) operation is today's attack launched simultaneously on four russia's strategic aviation airbases has reportedly destroyed 40 (forty) strategic bombers on 4 (four) airbases: Belaya (4700 km from Ukraine), Dyagilevo (700 km), Olenya (2000 km),… pic.twitter.com/AYr5g7Xr7L
— Sergej Sumlenny, LL.M (@sumlenny) June 1, 2025
રિપોર્ટ મુજબ ડ્રોન એટેકમાં રશિયાના A-50, Tu-22 M3, Tu-95 જેવા ખતરનાક ફાઈટર વિમાનોને નષ્ટ કરાયા છે. આ વિમાનોનો ઉપયોગ રશિયા સતત યુક્રેનના શહેરો પર મિસાઈલ હુમલા માટે કરતું હતું. SBU ના વીડિયોમાં એરબેસ પર રશિયાના ફાઈટર વિમાનો બળતા જોવા મળે છે.
જાણકારીમાં કહેવાયું છે કે યુક્રેને રશિયાના ઓલેન્યા, ડિયાગિલેવ, ઈવાનોવો અને બેલાયા વાયુસેના સ્ટેશન પર હુમલો કર્યો છે. યુક્રેને ટ્રકોથી હવામાં ઉડતા ડ્રોન પણ દેખાડ્યા છે અને રશિયાને એ પણ જણાવ્યું છે કે કેવી રીતે એક કિડી પણ હાથીને મારી શકે છે. રશિયા વીડિયોમાં જોવા મળી રહેલી તબાહીથી ઈન્કાર કરી શક્યું નહીં. તેણે હુમલામાં ભારે નુકસાનની વાત પણ કબૂલી.
યુક્રેન પાસે લાંબા અંતરની મિસાઈલો અને અત્યાધુનિક ફાઈટર વિમાનોની કમી છે. આથી તેણે ડ્રોન જેવા અચૂક અને સસ્તા હથિયારોનો ઉપયોગ કર્યો. તેને ખબર છે કે કેવી રીતે આ ગોરિલા વોરમાં રશિયાના પછાડી શકાય છે. અમેરિકા, જર્મની અને કેટલાક અન્ય દેશો તરફથી પણ તેને સમ ખાવા પુરતી જ મદદ મળી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભલામણ છતાં પુતિન સતત ડ્રોન પર છેલ્લા કેટલાક સમયથી મિસાઈલોનો વરસાદ કરતા હતા. પુતિને ટ્રમ્પની ચેતવણીને પણ નજરઅંદાજ કરી દીધી. રશિયા-યુક્રેન વાર્તા પહેલા આ હુમલાઓએ વાતચીત તૂટવાનું જોખમ પેદા કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે