Gujarat Politics : હાલ ગુજરાતમાં યુવા નેતા જિગ્નેશ મેવાણી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ તેમની કડીના આપના ઉમેદવાર સાથેની તસવીરો વાયરલ થતા હવે ખુદ મેવાણીને ટ્વિટર પર ખુલાસો કરવો પડ્યો છે.
મેવાણીની પોસ્ટ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ કરી એક્સ પર પોસ્ટ કરીને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કડીમાં અને વિસાવદરમાં કોંગ્રેસ પક્ષનો જે પણ ઉમેદવાર આવશે તેને જીતાડવા સૌને અપીલ. મીડિયાના મિત્રોને જણાવવાનું કે, કડીમાં અને વિસાવદરમાં એ જ મારો મિત્ર જેને કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરે! અન્ય પક્ષના ઉમેદવાર સાથેના જૂના ફોટા એ જૂની વાત છે.
કડીમાં અને વિસાવદરમાં કોંગ્રેસ પક્ષનો જે પણ ઉમેદવાર આવશે તેને જીતાડવા સૌને અપીલ.
મીડિયાના મિત્રોને જણાવવાનું કે, કડીમાં અને વિસાવદરમાં એ જ મારો મિત્ર જેને કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરે! અન્ય પક્ષના ઉમેદવાર સાથેના જૂના ફોટા એ જૂની વાત છે. pic.twitter.com/BgyN6OAFEa— Jignesh Mevani (@jigneshmevani80) June 1, 2025
જિગ્નેશ મેવાણીનું નિવેદન
ત્યારે વિવાદો વચ્ચે સ્પષ્ટતા કરતું જિગ્નેશ મેવાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દલિતો વંચીતોના હકની વાત પહેલાં રાજકીય પક્ષ પછી. જો તમને મારામાં વિશ્વાસ હોય અને લાગતું હોય કે સમગ્ર ગુજરાતના દલિતો માટે નિષ્ઠાથી લડું છું તો આનાથી ૧૦ ગણી તાકાતથી કડીમાં કોંગ્રેસ ઉમેદાવારને જીતાડવા માટે સાથે મળીને કાર્ય કરીશું.
ગાંધીનગરના કાવાદાવા : CM કાર્યાલયમાં નવી ખેંચતાણ, એક IAS ને ગાડીનો મોહ છોડવો પડ્યો!
જિગ્નેશ મેવાણીએ પોતાને પ્રભારી પદથી દૂર રાખ્યા
કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી દુર હટવાનું પણ આ એક કારણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીના AAP ઉમેદવાર સાથેના ફોટો વાયરલ થયા છે. હજી ગઈકાલે જ જિગ્નેશ મેવાણીએ એક્સ પર કોંગ્રેસના વિરોધમાં પોસ્ટ કરી હતી. તો થોડા સમય પહેલા જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પણ તેમણે ધરાર ના પાડી હતી. હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી આપવી પડી છે. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
મેવાણીની આપના ઉમેદવાર સાથેની તસવીરો વાયરલ
મેવાણીની પોસ્ટ બાદ હવે મેવાણીની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા સાથેની તસવીરો ખળભળાટ મચાવી રહી છે. ચર્ચા છે કે, જગદીશ ચાવડા એ જિગ્નેશ મેવાણીનો સાથી છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે. જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016 માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે, AAP કડીના ઉમેદવાર જગદીશ ચાવડા અને જિગ્નેશ મેવાણી એક ફ્રેમમાં છે.
પેટાચૂંટણીનું પિક્ચર ક્લિયર, ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને મળી ટિકિટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે