Home> World
Advertisement
Prev
Next

'જલ્દી મરી જશે પુતિન...' યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો ચોંકાવનારો દોવો, જાણો કેમ કહ્યું આવું?

Zelensky Claims: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે, રશિયા સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક ગંભીર બીમારીથી પીડિત છે. યુક્રેનના નેતાના દાવા બાદ પુતિનના સ્વાસ્થ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. આવો જાણીએ સમગ્ર બાબત વિશે વિગતવાર.

'જલ્દી મરી જશે પુતિન...' યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો ચોંકાવનારો દોવો, જાણો કેમ કહ્યું આવું?

Zelensky Claims: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગંભીર બીમારીથી પીડિત છે અને ટૂંક સમયમાં જ તેમનું અવસાન થશે. આ ચોંકાવનારો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ કર્યો છે. ઝેલેન્સકીએ અમેરિકાને અપીલ કરી છે કે, જ્યાં સુધી પુતિન જીવિત છે ત્યાં સુધી તેમને મજબૂત સમર્થન કરે, જેથી યુદ્ધમાં રશિયાનો સામનો કરી શકાય. મંગળવારે બ્લેક સમુદ્રમાં અમેરિકાની મધ્યસ્થતામાં થયેલ યુદ્ધવિરામના એક દિવસ બાદ યુક્રેનના નેતા ઝેલેન્સકીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી હતી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે, પુતિન EUને કમજોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં મૃત્યુ પામશે અને જે પણ મડાગાંઠ ચાલી રહી છે તેનો અંત આવશે.

fallbacks

ઝેલેન્સકીના દાવા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. બ્રિટિશ અખબાર ધ સનના અહેવાલ મુજબ પુતિનની તબિયત સારી નથી. હાલમાં જ તે સૂજી ગયેલો ચહેરો અને ધ્રૂજતા જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેના પગમાં પણ ખેંચાણ છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે તેઓ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પદ છોડી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2022માં પણ પુતિનનો એક વીડિયો સામે આવ્યો હતો. પૂર્વ રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ સાથેની બેઠક દરમિયાન પુતિન તેમની ખુરશી પર નમતા જોવા મળ્યા હતા.

1 એપ્રિલથી બદલાઈ જશે તમારા રૂપિયાથી જોડાયેલા આ નિયમ, સીધી તમારા ખિસ્સા પર પડશે અસર

3 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ 
કહેવામાં આવી રહ્યું છે કે પુતિન પાર્કિન્સન રોગથી પીડિત છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે કેન્સરથી પીડિત છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બન્ને દેશોના હજારો સૈનિકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે, અમેરિકા પુતિનને કોઈપણ શરત વગર યુદ્ધવિરામ સ્વીકારવા માટે રાજી કરશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પણ પુતિન પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પુતિન યુદ્ધવિરામ પરની વાતચીતથી પાછળ હટી રહ્યા છે.

યુદ્ધવિરામ અંગે થશે બેઠક
મેક્રોને કહ્યું હતું કે, રશિયા દાવો કરે છે કે તે શાંતિના પક્ષમાં છે. આ પછી પણ યુક્રેનમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રશિયાને યુક્રેનની સ્થાયી શાંતિની શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. ગુરુવારે યુરોપિયન યુનિયનના નેતાઓની રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં યુદ્ધવિરામને લઈને સર્વસંમતિ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. યુક્રેનમાં EU સૈનિકોની તૈનાતી પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

નવરાત્રી પર શનિ બનાવશે પંચગ્રહી યોગ, આ 5 રાશિઓ પર માં દુર્ગાની વિશેષ કૃપાથી થશે ધનના ઢગલા!

મેક્રોનેની રશિયાને ચેતવણી
આ દરમિયાન મેક્રોને ચેતવણી આપી છે કે, આનાથી યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચે સીધો સંઘર્ષ થઈ શકે છે. જો પુતિન યુક્રેન પર હુમલો કરશે તો શાંતિ સૈનિકોને પણ અસર થશે. બુધવારે નાટોના પ્રમુખ માર્ક રુટેએ પણ રશિયાને ચેતવણી આપી હતી. રુટેએ કહ્યું હતું કે, જો રશિયાએ પોલેન્ડ અથવા અન્ય કોઈ નાટો મેમ્બર પર હુમલો કરશે તો વિનાશક લશ્કરી જવાબ આપવામાં આવશે. યુક્રેને આ અઠવાડિયે રશિયા દ્વારા 117 ડ્રોન હુમલાનો દાવો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More