ગાંધીનગરઃ સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધવાને કારણે લોકોના બજેટ બગડી ગયા છે. પરંતુ જનતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યોને પણ મોંધવારી નડી રહી છે તેમ લાગી રહ્યું છે, કારણ કે ધારાસભ્યોએ પોતાના પગાર અને ભથ્થામાં વધારાની માગણી કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તમામ ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં વધારો કરવા તથા જે પૂર્વ ધારાસભ્યો છે તેમનું પેન્શન શરૂ કરવાની વકીલાત કરી, સાથે જ હાલ જે ધારાસભ્યોને જે દોઢ કરોડની વાર્ષિક ગ્રાન્ટ મળે છે તેને વધારી પાંચ કરોડ કરવા માગણી કરી. તો આ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યોએ આનો નિર્ણય વિધાનસભા કરતી હોય છે અને મુદ્દો ટેક્નિકલ હોવાથી ખુલ્લીને વધારે કંઈ ન બોલ્યા.
કોંગ્રેસના ધારાસભ્યએ પગાર અને ભથ્થામાં વધારો કરવાની માગણી કરી છે, તેમણે મહારાષ્ટ્રમાં 2 લાખ રૂપિયા ધારાસભ્યોને પગાર અને મળતા હોવાનો દાવો કર્યો. હવે તમે એ જાણી લો કે ગુજરાતના ધારાસભ્યો, રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રીને કેટલો પગાર, કેટલી સુવિધાઓ મળે છે. તે પણ જાણી લઈએ
આ પણ વાંચોઃ અમદાવાદની દુકાનમાંથી મોંઘાદાટ પટોળાની ચોરી, અજાણી મહિલા CCTV માં દેખાઈ
મુખ્યમંત્રી
માસિક 1.50થી 2 લાખનો પગાર
મોંઘવારી અને અન્ય ભથ્થાઓ
પાટનગરમાં સરકારી નિવાસસ્થાન
સરકારી વાહનો, ડ્રાઈવર, સ્ટાફ
પરિવાર સહિતની મફત સારવાર
કાર્યાલય માટે સંપૂર્ણ સરકારી ખર્ચ
અન્ય પણ કેટલીક સુવિધાઓ
કેબિનેટ મંત્રી
માસિક 1.25થી 1.50 લાખનો પગાર
મોંઘવારી અને અન્ય ભથ્થાઓ
સામાન્ય ભાડા પર સરકારી નિવાસસ્થાન
સરકારી વાહનો, ડ્રાઈવર, સ્ટાફ
રેલવે, બસમાં મફતમાં મુસાફરી
હોસ્પિટલમાં મફત સારવાર
રાજ્યકક્ષાના મંત્રી
માસિક 1થી 1.25 લાખનો પગાર
દૈનિક ભથ્થુ, વાહન ખર્ચ
સામાન્ય ભાડા પર સરકારી નિવાસસ્થાન
સરકારી વાહનો, ડ્રાઈવર, સ્ટાફ
રેલવે, બસમાં મફતમાં મુસાફરી
હોસ્પિટલમાં મફત સારવાર
ધારાસભ્ય
માસિક પગાર અને ભથ્થા સાથે 1.37 લાખ
સામાન્ય ભાડા પર MLA ક્વાર્ટર
મુસાફરી ભથ્થુ, વાહન ખર્ચ
સત્ર ચાલુ હોય ત્યારે દૈનિક ભથ્થુ
પરિવારને એસ.ટીમાં મફત મુસાફરી
હોસ્પિટલમાં મફત સારવાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે