Unknown disease Congo: ખૂબ જ તાવ, નબળાઈ અને થોડા કલાકોમાં બગડતી સ્થિતિના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. આવું બીજે ક્યાંય નહીં પણ આફ્રિકાના કોંગોમાં એક રહસ્યમય બીમારીના કારણે થયું છે. આ બીમારીએ ગભરાટ ફેલાવ્યો છે. લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે, હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. પરંતુ ડોકટરો પણ આ રોગનું સાચું કારણ સમજી શકતા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમો તપાસમાં વ્યસ્ત છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નવી મહામારી છે કે જૂની બીમારીનું નવું સ્વરૂપ છે.
ચામાચીડિયાના માંસથી જોડાયેલ સંક્રમણ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના આફ્રિકા કાર્યાલય અનુસાર આ બીમારી સૌથી પ્રથમ બોલોકો શહેરમાં ત્રણ બાળકોમાં જોવા મળી હતી. જેમણે ચામાચીડિયાનું માંસ ખાધું હતું. આ પછી તેને હેમરેજિક તાવ જેવા લક્ષણો જોવા મળ્યા અને 48 કલાકની અંદર તેનું મૃત્યુ થયું. નિષ્ણાતોના અનુસાર આફ્રિકામાં પ્રાણીઓના સેવનથી ફેલાતા બીમારીની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 60 ટકાનો વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે.
બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીની સફર થઈ પૂરી
ફેલાઈ રહ્યુ છે સંક્રમણ... તપાસ ચાલુ
21 જાન્યુઆરીથી શરૂ થયેલા આ પ્રકોપમાં અત્યાર સુધીમાં 419 કેસ નોંધાયા છે. સૌથી તાજેતરના કેસોમાં 9 ફેબ્રુઆરીએ બોમેટ શહેરમાં બીજો પ્રકોપ જોવા મળ્યો છે. જ્યાંથી 13 સેમ્પલ કોંગોની રાજધાની કિંશાસામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ઇબોલા અને મારબર્ગ જેવા જીવલેણ બીમારીઓ માટે કરવામાં આવેલા પરીક્ષણો નેગેટિવ આવ્યા છે, પરંતુ કેટલાક મામલામાં મેલેરિયાની પુષ્ટિ થઈ છે.
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
અગાઉ પણ આવી ઘટનાઓ બની
કોંગોમાં ગયા વર્ષે પણ એક રહસ્યમય ફ્લૂ જેવી બીમારીના કારણે ડઝનેક લોકોના મોત થયા હતા. આ વખતે બીમારી તેનાથી પણ વધારે ઘાતક દોવા મળી રહી છે. આરોગ્ય એજન્સીઓ આ રોગચાળાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ સ્થાનિક લોકો હજુ પણ ભય અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે