Home> World
Advertisement
Prev
Next

નવા કાયદાથી ગુજરાતીઓ અને ભારતીયોને આંચકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ!, દર વર્ષે થશે 14000 કરોડનું નુકસાન

Trump Action on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં એક નવો કાયદો લાવી રહ્યા છે. આ કાયદાથી ભારતથી લઈને સમગ્ર વિશ્વને નુકસાન થશે. ચાલો તમને વિગતવાર જણાવીએ.

નવા કાયદાથી ગુજરાતીઓ અને ભારતીયોને આંચકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ!, દર વર્ષે થશે 14000 કરોડનું નુકસાન

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત સમાચારોમાં રહે છે. ક્યારેક એપલના મેન્યુફેક્ચરિંગને લઈને, ક્યારેક ટ્રેડ વોરને લઈને અને હવે એક નવા કાયદાને લઈને ચર્ચામાં છે. સીએનબીસી ઈન્ટરનેશનલના સમાચાર પ્રમાણે અમેરિકામાં એક નવા કાયદાનો પ્રસ્તાવ આવ્યો છે. અનૌપચારિક રૂપથી તેને  ''The One Big Beautiful Bill" કહેવામાં આવી રહ્યું છે. તેનાથી ભારત સહિત ઘણા દેશોના NRI (Non-Resident Indian) ની ચિંતા વધી ગઈ છે. આ કાયદા હેઠળ વિદેશી નાગરિકો દ્વારા પોતાના દેશમાં પૈસા મોકલવા પર 5 ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે.

fallbacks

ભારતીયો અને ગુજરાતીઓ થશે મોટું નુકસાનઃ જો આ બિલ પસાર થશે તો તેની અસર H-1B, F-1 વિઝા ધારકો, ગ્રીન કાર્ડ ધારકો અને ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને થશે.

દરખાસ્તમાં જણાવાયું છે કે પૈસા ટ્રાન્સફર વેસ્ટર્ન યુનિયન, પેપાલ અથવા બેંક દ્વારા થાય છે - ટ્રાન્સફર સમયે ટેક્સ કાપવામાં આવશે.

ભારત વિશ્વનો સૌથી મોટો રેમિટર છે - 2023 માં $129 બિલિયન આવ્યા. ફક્ત અમેરિકાથી $32 બિલિયન ભારત મોકલવામાં આવ્યા.

જો હવે તેના પર 5 ટકા ટેક્સ લાગે છે તો આશરે 14000 કરોડ રૂપિયાનું વર્ષે નુકસાન થશે. 5 ટકા ટેક્સથી ભારતીય પરિવારોને  $1.7 અબજ (₹14,000 કરોડથી વધુ) નું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચોઃ પગાર આવવાની સાથે પર્સ 'ખાલી'? આ 50/30/20 જાદુઈ ફોર્મ્યુલા તમારા માટે છે સંજીવની બૂટી

ટેક્સ કોના પર લાગશે?
H-1B અને F-1 જેવા નોન-એગ્રિમેન્ટ વીઝા ધારકો, ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, ગેરકાયદેસર પ્રવાસીઓ (undocumented immigrants)  એ આપવો પડી શકે છે.

ટેક્સ ટ્રાન્સફર સર્વિસ (જેમ કે Western Union, PayPal, બેંક) કાપી લેશે. જો બિલ પાસ થયું તો આ નિયમ જુલાઈ 2025થી લાગૂ થઈ શકે છે.

કેમ ચિંતિત છે NRIs-
₹1 લાખના દરેક ટ્રાન્સફર પર ₹5,000 નો ટેક્સ ચૂકવવો પડશે. તેનાથી વૃદ્ધ માતા-પિતાની સંભાળ,  શિક્ષણ અને આરોગ્ય પર અસર થઈ શકે છે. રિયલ એસ્ટેટ અને શેરબજારમાં NRI રોકાણ ઘટી શકે છે. મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે આંચકો લાગી શકે છે.

પરંતુ આ બિલ લાવવાની વિચારણા છે અને કોંગ્રેસમાં પાસ થયું નથી, પરંતુ જો આ લાગૂ થાય તો અમેરિકામાં રહેતા 45 લાખ પ્રવાસી ભારતીયો અને ભારતમાં મોકલાતા અબજો ડોલરના ફંડ પર મોટી અસર કરી શકે છે.

આ દરખાસ્ત અમેરિકન રાજકારણના જૂના એજન્ડા સાથે જોડાયેલી છે - વિદેશમાં નાણાંના પ્રવાહને રોકવા અને ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા. 2016 માં, ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવી જ યોજના રજૂ કરી હતી.

હવે તે ફરીથી એક મોટા પ્રસ્તાવ તરીકે સામે આવ્યું છે. જો પસાર થશે, તો તે NRI સમુદાય અને ભારતીય અર્થતંત્ર માટે મોટો ફટકો હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More