Home> World
Advertisement
Prev
Next

અમેરિકી ઓફિસરે ટ્વીટ કર્યો 104 ભારતીયોનો Video, સાથે લખ્યું- illegal aliens ને પાછા મોકલી દેવાયા

Watch Video: ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં વાપસી બાદ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા કે ઘૂસતા પકડાયેલા લોકોને તેમના દેશ પાછા મોકલવાનું અભિયાન જોરશોરથી ચાલુ થઈ ગયું છે. આ હેઠળે 104 ભારતીયોને પણ હાંકી કઢાયા, જેમનો એક વીડિયો પણ અમેરિકી ઓફિસરે શેર કર્યો છે. 

અમેરિકી ઓફિસરે ટ્વીટ કર્યો 104 ભારતીયોનો Video, સાથે લખ્યું- illegal aliens ને પાછા મોકલી દેવાયા

અમેરિકાથી ડિપોર્ટ કરીને ભારત મોકલવામાં આવેલા 104 ભારતીયોને લઈને દેશ વિદેશમાં મામલો ખુબ ગરમાયો છે. તેના વિરોધમાં વિપક્ષી સાંદ સંસદ બહાર પ્રદર્શન પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે યુએસ બોર્ડર પેટ્રોલ (UBSP) એ અમેરિકન સૈન્ય વિમાન દ્વારા ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ભારત મોકલવાનો એક વીડિયો બહાર પાડ્યો છે જેણે ભારે હંગામો પણ મચાવ્યો છે. વીડિયોમાં ગેરકાયદે પ્રવાસી ભારતીયોને illegal aliens ગણાવતા હંગામો મચ્યો છે. 

fallbacks

યુએસ બોર્ડર પેટ્રોલના અધ્યક્ષ માઈકલ ડબલ્યુ બેંક્સે પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને કહ્યું કે યુએસબીપી અને પાટનર્સે સફળતાપૂર્વક ઈલલીગલ એલિયન્સ (ગેરકાયદે પ્રવાસી ભારતીયોને કરેલું સંબોધન)ને ભારત મોકલી દીધા છે. આ અમેરિકાની અત્યાર સુધીમાં બીજી ફ્લાઈટ હતી. જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમારે તેનો અંજામ ભોગવવો પડશે. 

અત્રે જણાવવાનું કે ભારતીયોની આ પ્રકારે વાપસી પર દેશમાં ભારે હંગામો મચી રહ્યો છે. વિપક્ષી નેતા આ અંગે સંસદમાં પ્રદર્શન કરી રહ્યા છે. અમેરિકાએ જે ગેરકાયદે પ્રવાસી ભારતીયોને મોકલ્યા છે તેમાં પંજાબના 31, હરિયાણાના 30, ગુજરાતના 37, યુપીથી 3, મહારાષ્ટ્રના 4 અને ચંડીગઢથી 2 ભારતીયો છે. એવું કહેવાય છે કે ભારતીયોને ડિપોર્ટ કરવાનો ખર્ચો અમેરિકી સરકાર જ ઉઠાવશે. 

અમેરિકાએ ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા? વિદેશમંત્રીએ આપ્યો જવાબ

ભારતીયોને ડિપોર્ટેશન બાદ અમેરિકી દૂતાવાસે નિવેદન બહાર પાડીને કહ્યું કે જો તમે ગેરકાયદે રીતે સરહદ પાર કરશો તો તમને પાછા મોકલી દેવાશે. આપણા દેશના ઈમિગ્રેશન કાયદાને કડક કરવા એ અમેરિકીની સુરક્ષા અને અમારા લોકોના હિતો માટે જરૂરી છે. આ અમારી પોલીસી છે કે અમે દરેક શક્ય રીતે ઈમિગ્રેશન કાયદાને લાગૂ કરીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More