Home> World
Advertisement
Prev
Next

અમદાવાદની જેમ અમેરિકામાં પણ બોઇંગ 787નું એન્જિન હવામાં ફેલ થયું, ઉડાન ભરતાની સાથે જ પાયલટે આપ્યો 'મેડે' કોલ

અમેરિકામાં યુનાઇટેડ એરલાઇન્સના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનું એન્જિન ઉડાન દરમિયાન ખરાબ થયું હતું. અકસ્માત સમયે વિમાન 5000 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારબાદ પાઇલટ્સે "મેડે કોલ" આપ્યો હતો. 

અમદાવાદની જેમ અમેરિકામાં પણ બોઇંગ 787નું એન્જિન હવામાં ફેલ થયું, ઉડાન ભરતાની સાથે જ પાયલટે આપ્યો 'મેડે' કોલ

અમેરિકામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. યુનાઇટેડ એરલાઇન્સનું વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર મ્યુનિક જઈ રહ્યું હતું. વોશિંગ્ટનથી ઉડાન ભર્યાના થોડા સમય પછી વિમાનના એન્જિનમાં સમસ્યા આવી અને પાયલોટે "મેડે" કોલ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વિમાનમાં ખામી સર્જાઈ ત્યારે તે લગભગ 5 હજાર ફૂટની ઊંચાઈ પર હતું.

fallbacks

વિમાન 5 હજાર ફૂટની ઊંચાઈ પર હતું અને…

ફ્લાઇટ નંબર UA108એ 25 જુલાઈના રોજ વોશિંગ્ટનથી ઉડાન ભરી હતી. જ્યારે વિમાન લગભગ 5 હજાર ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે ડાબા એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ પછી પાયલોટે MAYDAY કોલની જાહેરાત કરી. પાયલોટે તાત્કાલિક આ અંગે કંટ્રોલને જાણ કરી. આ પછી, વિમાનને એરપોર્ટ તરફ સુરક્ષિત રીતે લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

ચીનના મળ્યો એક એવો ખજાનો જે દુનિયા માટે બની શકે છે ખતરો, શું છે Zirconium?

અહેવાલો અનુસાર, યુનાઇટેડ એરલાઇન્સનું વિમાન 'મેડે' ચેતવણી જારી કર્યા પછી, તે 2 કલાક અને 38 મિનિટ સુધી હવામાં રહ્યું. વિમાનનું ઇંધણ ઓછું કરવું પડ્યું હતું, તેથી તે વોશિંગ્ટનના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રમાં આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું જેથી તેનું ઇંધણ ઓછું થાય. આ પછી વિમાન વોશિંગ્ટન ડલ્સ એરપોર્ટ પર પાછું ઉતર્યું.

યુનાઇટેડ ડ્રીમલાઇનરના એન્જિન ફેલ થવાની ઘટના તાજેતરમાં અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની યાદ અપાવે છે, જ્યાં ટેકઓફ પછી તરત જ 787-8માં એન્જિન ફેલ થયું હતું, જેનાથી આ શ્રેણીના વિમાનમાં વારંવાર ટેકનિકલ ખામીઓ હોવાની શંકા ઉભી થાય છે. આ ઘટનામાં 260 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતે સમગ્ર વિશ્વને આઘાત પહોંચાડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More