આખરે જેની આશંકા હતી એ જ થયું. અમેરિકી અબજોપતિ એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન સાથે પોતાનો નાતો તોડવાની જાહેરાત કરી દીધી છે. મસ્ક હવે વ્હાઈટ હાઉસમાં પોતાના સલાહકાર પદ અને સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીની જવાબદારીથી હટી રહ્યા છે. તેઓ અમેરિકી સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી DOGE ની સ્થાપના અને કામકાજથી પણ પોતાને અલગ કરી રહ્યા છે. તેની જાહેરાત મસ્કે પોતે કરી.
'DOGE મિશન ભવિષ્યમાં વધુ મજબૂત'
અસલમાં એલન મસ્કે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને સરકારી ખર્ચાઓમાં કાપ કરવાનો અને આ મિશનનો ભાગ બનવાની તક મળી તેના માટે તેઓ આભારી છે. તેમણે લખ્યું કે સ્પશિયલ સરકારી કર્મચારી તરીકે નિર્ધારિત કાર્યકાળ ખતમ થવા પર હું ટ્રમ્પનો આભાર વ્યક્ત કરું છું. DOGE મિશન ભવિષ્યમાં વધુ મજબૂત થશે.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
— Elon Musk (@elonmusk) May 29, 2025
એક નવા બિલની કરી હતી ટીકા
એલન મસ્કની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પહેલા જ તેમણે ટ્રમ્પના એક નવા વિધેયકની ટીકા કરી હતી. ટ્રમ્પ સરકારે પોતાના એક બિલ વિશે દાવો કર્યો હતો કે આ બિલ 1.6 ટ્રિલિયન ડોલરના જરૂરી સરકારી ખર્ચાઓની બચત કરશે પરંતુ મસ્કે તેને નિરાશાજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બિલ બજેટ ખાદ્ય વધારે છે અને DOGE ટીમના કામને નબળું કરે છે.
પોતાની કંપનીઓ પર કરશે ફોકસ
જો કે મસ્કે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ મે મહિનામાં વ્હાઈટ હાઉસ અને DOGE થી સંપૂર્ણ રીતે અલગ થઈ જશે અને હવે SpaceX અને ટેસ્લા જેવી પોતાની કંપનીઓ પર ફોકસ કરશે. જો કે બાદમાં ટ્રમ્પે મસ્કની ટીકા પર જવાબ આપતા કહ્યું હતું કે તેઓ આ બિલ પર ફરીથી વાતચીત કરશે અને તેમાં કેટલીક જગ્યાએ તેઓ પોતે પણ ખુશ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે