Home> LifeStyle
Advertisement
Prev
Next

Fluffy Chapati: ફુગ્ગા જેવી ફુલેલી રોટલી બનાવવા અપનાવો આ 5 ટ્રીક, કલાકો સુધી રહેશે રુ જેવી સોફ્ટ

Soft and Fluffy Roti Tips: ફુગ્ગાની જેમ ફુલે અને કલાકો સુધી સોફ્ટ રહે એવી રોટલી બનાવવી કલા છે. રોટલી ગોળ, ફુલેલી અને સોફ્ટ બને તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે તમને 3 સ્ટેપ જણાવીએ જેને ફોલો કરશો તો રોટલી એકદમ સોફ્ટ અને ફુલેલી બનશે.
 

Fluffy Chapati: ફુગ્ગા જેવી ફુલેલી રોટલી બનાવવા અપનાવો આ 5 ટ્રીક, કલાકો સુધી રહેશે રુ જેવી સોફ્ટ

Soft and Fluffy Roti Tips: બપોરનું ભોજન રોટલી વિના અધુરું લાગે છે. ઘણા લોકોના ઘરમાં રાત્રે પણ જમવામાં રોટલી બને છે. તેમાં પણ જો રોટલી રુ જેવી સોફ્ટ અને ફુલેલી હોય તો 2 ને બદલે 4 રોટલી ક્યારે ખવાઈ જાય તેની ખબર રહેતી નથી. જેમનાથી રોટલી સોફ્ટ ન બનતી હોય તેમણે ટેન્શન લેવાની જરૂર નથી. રોટલીનો લોટ બાંધવાથી લઈ રોટલી વણતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે આજે જાણી લો. જો આ 3 સ્ટેપ યાદ રાખી લેશો તો તમારાથી પણ રોટલી એકદમ સોફ્ટ અને ફુલેલી બનશે. 

fallbacks

આ પણ વાંચો: Lifehacks: રસોડાની દીવાલો પર છાંટી દો આ પાણી, ઘરમાં નહીં દેખાય એક પણ કીડી

રોટલી માટે ઘઉંનો તાજો લોટ યુઝ કરો

રોટલી સારી બનાવવી હોય તો હંમેશા તાજા લોટનો ઉપયોગ કરો. જો તમે ફ્રેશ લોટનો ઉપયોગ કરશો તો રોટલી સારી બનશે. કારણ કે તાજો લોટ પાણીને સારી રીતે એબ્ઝોર્બ કરે છે. તેનાથી લોટ નરમ રહે છે. જો વાસી લોટની રોટલી બનાવશો તો રોટલી કડક બનશે અને સુકાઈ પણ જશે.

આ પણ વાંચો: સવારે નાસ્તામાં આ સફેદ વસ્તુ ખાવાનું રાખો, આખો દિવસ એનર્જી રહેશે અને ચરબી પણ નહી વધે

લોટને રેસ્ટ આપો

ઘણા લોકો ભુલ કરે છે કે લોટ બાંધીને તુરંત રોટલી બનાવવા લાગે છે. આમ કરવાથી રોટલી કડક બનશે. જો સોફ્ટ રોટલી બનાવવી હોય તો  લોટ બાંધી લીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ લોટને ભીના કપડાથી ઢાંકીને રાખો. ત્યારબાદ રોટલી બનાવશો તો રોટલી સોફ્ટ બનશે. 

આ પણ વાંચો: પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરી ટુવાલ-નેપકીન 10 મિનિટ પલાળો, પાણીમાં જ નીકળી જશે બધો મેલ

હુંફાળા દૂધ અથવા પાણીનો ઉપયોગ કરો

જો તમે સોફ્ટ રોટલી બનાવવા માંગો છો તો રોટલીનો લોટ બાંધવામાં હુંફાળુ પાણી અથવા તો દૂધ યુઝ કરો. દૂધથી લોટ બાંધશો તો રોટલી ફુલે પણ છે અને લાંબા સમય સુધી સોફ્ટ પણ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More