Home> World
Advertisement
Prev
Next

ઓપરેશન સિંદૂર વિશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી ચોંકાવનારો દાવો, ભારત-પાક યુદ્ધમાં 5 વિમાન તોડી પડાયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઓપરેશન સિંદૂર વિશે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે પહેલા તો એવો દાવો કર્યો હતો કે આ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તેમણે રોકાવ્યું અને હવે એક નવો દાવો કર્યો છે. 

ઓપરેશન સિંદૂર વિશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી ચોંકાવનારો દાવો, ભારત-પાક યુદ્ધમાં 5 વિમાન તોડી પડાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો બફાટ ઘણીવાર કરી ચૂક્યા છે. તેમણે ગુરુવારે 18 જુલાઈના રોજ એવો દાવો કર્યો કે આ તણાવને વેપાર સમજૂતિ દ્વારા સમાપ્ત કરાયો. ત્યારબાદ હવે તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન 5 ફાઈટર જેટ હિટ થયા હતા જો કે ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. 

fallbacks

વિમાન પડવાનો દાવો
ટ્રમ્પે કહ્યું કે, બંને દેશો વચ્ચે સ્થિતિ ગંભીર હતી. પરમાણુ હથિયારોથી લેસ દેશ એક બીજા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા. વિમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. મને લાગે છે કે 5 વિમાન તોડી પાડ્યા હશે. ટ્રમ્પનો દાવો છે કે તેમણે ટ્રેડની ધમકી આપીને ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું. જો કે પીએમ મોદી પહેલા જ કહી ચૂક્યા છે કે ભારતે કોઈ પણ પ્રકારના તણાવમાં આવીને યુદ્ધ રોક્યું નથી પરંતુ પાકિસ્તાન તરફથી થયેલી અપીલ બાદ નિર્ણય લેવાયો હતો. 

ટ્રેડ દ્વારા સંઘર્ષ રોક્યો
ટ્રમ્પે કહ્યું કે અમે અનેક યુદ્ધ રોક્યા. આ ગંભીર યુદ્ધ હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યાંથી વિમાનોને તોડવામાં આવી રહ્યા હતા. મને લાગે છે કે 5 જેટ હિટ કરાયા હતા. આ 2 ગંભીર પરમાણુ સંપન્ન દેશ છે અને તેઓ એક બીજા પર હુમલો  કરી રહ્યા હતા. તમે જાણો છો કે વોરફેરનું નવું સ્વરૂપ છે. તમે હાલમાં જ જોયું કે આપણે ઈરાનમાં શું કર્યું. ન્યૂક્લિયર એટેક પર ઉતારુ હતા. તણાવ વધી રહ્યો હતો. અમે તેને ટ્રેડ  દ્વારા ઉકેલ્યો. અમે કહ્યું કે તમે લોકો એક ટ્રેડ ડીલક રવા માંગો છો. જો તમે યુદ્ધ નહીં રોકો તો અમે ટ્રેડ ડીલ નહીં કરીએ. 

પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકતો હતો સંઘર્ષ
અત્રે જણાવવાનું કે ટ્રમ્પે આ અગાઉ સોમવારે 14 જુલાઈ 2025ના રોજ  કહ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ વેપાર દ્વારા અટકાવ્યું જે પરમાણુ યુદ્ધમાં પણ ફેરવાઈ શકતું હતું. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન જે પ્રકારે આગળ વધી રહ્યા હતા તે જોતા આગામી એક અઠવાડિયાની અંદર બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ છેડાઈ શકતું હતું. મે કહ્યું કે જ્યાં સુધી તમે આ મુદ્દાને ઉકેલશો નહીં અમે તમારી સાથે વેપાર વિશે વાત નહીં કરીએ અને તેમણે એવું જ કર્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More