Home> World
Advertisement
Prev
Next

ટેરિફના ઘમાસાણ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટછૂટા વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને સ્માર્ટ વ્યક્તિ ગણાવ્યા છે અને પોતાના સારા મિત્ર પણ કહ્યા. 

ટેરિફના ઘમાસાણ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા. શુક્રવારે વ્હાઈટ હાઈસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે આશા જતાવી કે ભારત સાથે ચાલી રહેલી ટેરિફ વાર્તા ખુબ સારી રીતે કામ કરશે. તેમણે પીએમ મોદીને તેમના 'ગાઢ મિત્ર' અને 'ખુબ સ્માર્ટ વ્યક્તિ' ગણાવ્યા. અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારોને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી હાલમાં અહીં આવ્યા હતા અને અમે હંમેશાથી ખુબ સારા મિત્રો રહ્યા છીએ. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે. તેઓ ખુબ સ્માર્ટ છે. 

fallbacks

પીએમ મોદીને સ્માર્ટ ગણાવ્યા
પીએમ મોદી વિશે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેઓ ખુબ સ્માર્ટ વ્યક્તિ છે અને મારા ખુબ સારા મિત્ર છે. અમારી વાતચીત ખુબ સારી રહી. મને લાગે છે કે ભારત અને આપણા દેશ વચ્ચે બધુ બહું સારું થવાનું છે. તેમણે આગળ કહ્યું કે હું કહેવા માંગુ છું કે તમારી પાસે એક મહાન પ્રધાનમંત્રી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ગત ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. બંને વચ્ચે મુલાકાતમાં સૌહાર્દ જોવા મળ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને એક ટફ નેગોશિએટર પણ ગણાવ્યા હતા. 

ટ્રમ્પે કરી છે 2 એપ્રિલથી ટેરિફની જાહેરાત
નોંધનીય છે કે ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકા 2 એપ્રિલથી ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે સતત ભારતની વેપાર નીતિઓની ટીકા કરી છે. તેમણે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યો છે અને તેના આયાત શુલ્કને ખુબ અયોગ્ય ગણાવ્યા છે. 

ટ્રમ્પે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત સાથે મારા ખુબ સારા સંબંધ છે પરંતુ ભારત સાથે મારી એકમાત્ર સમસ્યા એ છે કે તે દુનિયામાં સૌથી વધુ ટેરિફ  લગાવનારા દેશોમાંથી એક છે. મારું માનવું છે કે કદાચ તેઓ ટેરિફને ઘણી હદ સુધી ઓછો કરવા જઈ રહ્યા છે, પરંતુ 2 એપ્રિલથી અમે તેમની પાસેથી એ જ ટેરિફ વસૂલીશું જે તેઓ અમારી પાસેથી વસૂલે છે. ટ્રમ્પે એક અન્ય નિવેદનમાં વેપાર કરવા માટે ભારતને એક અઘરી જગ્યા ગણાવી હતી. 

ટેરિફ અંગે બંને દેશો વચ્ચે વાતચીત
બંને દેશોએ 2 એપ્રિલની સમયમર્યાદા નજીક આવતા જ એક પ્રારંભિક વેપાર સમજૂતિને અંતિમ રૂપ આપવા અને ટેરિફ પર પોતાનો ગતિરોધ દૂર કરવાની દિશામાં વાતચીત શરૂ કરી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ ભારતે ડીલના પહેલા તબક્કામાં 23 બિલિયન ડોલરના આયાત પર ટેરિફમાં કાપની રજૂઆત કરી છે. આ સાથે જ બદામ અને ક્રેનબેરી જેવા અમેરિકી કૃષિ ઉત્પાદનો પર છૂટ પણ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More