Gujarat Inflation સપના શર્મા/અમદાવાદ : ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજથી ST બસમાં મુસાફરી મોંઘી બની છે. એસટી બસના ભાડામાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે. ભાડામાં 10 ટકાનો વધારો કરાતા ગુજરાતના 27 લાખ મુસાફરોને અસર કરશે.
ST બસની સવારી થઈ મોંધી! ગુજરાત ST બસના ભાડામાં 10 ટકાનો કરાયો વધારો#stbus #stbusfair #ticketfair #gujarat #zee24kalak pic.twitter.com/RFoYokTxY4
— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2025
48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો
GSRTC દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો છે. આજથી એસટીની તમામ બસના ભાડામાં 10 ટકાનો વધારાનો સરકારે નિર્ણય લીધો છે. ST નિગમની તમામ લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર અને વોલ્વો બસના ભાડામાં આ વધારો લાગુ થશે. 48 KM સુધી 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2023 માં 25 ટકાનો વધારો ઝીંકાયો હતો. તેના બે વર્ષ બાદ સરકારે વધારો જાહેર કર્યો છે.
ગુજરાતના આંગણે આજથી મહાકુંભ જેવો ઉત્સવ, નર્મદા પરિક્રમા જતા પહેલા આ જરૂર જાણી લો
કયા રુટમાં કેટલું ભાડું વધ્યું
27 લાખથી વધુ મુસાફરો કરે છે ST બસમાં મુસાફરી
દરરોજ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. તમામ બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.
વડનગરનું કંકાલ બોલ્યું, યોગમુદ્રામાં મળેલા કંકાલના DNA ટેસ્ટમાં થયો મોટો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે