Home> World
Advertisement
Prev
Next

ભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનું અમેરિકામાં સન્માન, વિવિધ ક્ષેત્રોમાાં આપ્યું ઉમદા યોગદાન

સ્ટેપ ટૂ સ્ટેપઅપ ઇન્ક, અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સહયોગથી કરાયું સન્માન 

ભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનું અમેરિકામાં સન્માન, વિવિધ ક્ષેત્રોમાાં આપ્યું ઉમદા યોગદાન

કેલિફોર્નિયા: અમેરિકામાં વસતા ભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનો કેલિફોર્નિયા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. વામાં આવ્યો હતોï. સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાય ઉપરાંત વિવિધ ક્ષેત્રે કાર્યરત આ મહિલાઓનો સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કï, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં.

fallbacks

fallbacks

ભારતવાસીઓ જ્યાં વસે છે ત્યાં વિવિધ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરતાં હોય છે. આ ભારતીયોનું અવારનવાર સન્માન થતું હોય છે. અમેરિકામાં આ વર્ષે સૌપ્રથમવાર ભારતના અશોકચક્રના ૨૪ આરાઅોની થીમ પર મૂળ ભારતીય મહિલાઅોને સન્માન કરવા માટેïનો કાર્યક્રમ યોજાયો હતો. કેલિફોર્નિયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કના વાસુ પવારï, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અોફ નોર્થ અમેરિકાના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ યોગી પટેલ દ્વારા આયોજન થયું હતું. 

વિદેશની ધરતી પર ભારતી મૂળના મહિલાઓનું સન્માનઃ
આ કાર્યક્રમમાં સેરિટોઝ કોલેજના ચેરપર્સને નોઝિયા યહિયાં ડાયરેક્ટર કેરોલ ખેઝ, ડાઉગ થોમસન, જીગ્નેશ મહેતા, અનિલ દેસાઇ, એક ફિન્નેલ તથા ઓનેસ્ટ રેસ્ટોરન્ટના કૌશિક પટેલએ વિશેષ હાજરી આપી હતી. સન્માન સમારોહમાં સંબોધન કરતાં વાસુ પવારે જણાવ્યું હતું કે, આપણી ભારતીય મહિલા વિશેષોને સન્માન કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પરિમલ શાહે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર ભારતીય મહિલાઓની સાહસિક્તાને સન્માનવાનો આ પ્રસંગ એક યાદગાર અવસર બન્યો છે. 

fallbacks

મૂળ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે:
લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહ મૂળ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે. અશોકચક્રની આરાઓ દ્વારા વિશેષ સંદેશા આપવામાં આવે છે. તે ધ્યાને લઇને સન્માન સમારોહમાં જુદા-જુદા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાથી સમાજ ઉપયોગી અને વિવિધ સાહસિક કાર્યો કરનાર મૂળ ભારતીય મહિલાઓનું સન્માન થઇ રહ્યું છે જે અમેરિકામાં વસતા ભારતીય માટે પણ ગૌરવનો પ્રસંગ છે. આયોજકોએ નારી સમ્માન સમારોહના આયોજનમાં સહકાર આપનાર સર્વેનો આભાર માન્યો હતો.

વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ સન્માનઃ
સન્માન સમારોહમાં પૂર્વ મિસ એશિયા, યુએસએ સ્મિતા વસંત, ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષામાં ફિ૯મ બનાવતાં તથા એક્ટિવિસ્ટ ઐશ્વર્યા નિધિ મેક-અપ આર્ટિસ્ટ ડાન્સ કોરિયોગ્રાફર મોનાલિસો ખંડકે, ઓટિઝમની ખામીવાળી બાળકો માટે જેમના પ્રયાસથી 1 લાખ ડોલરનું દાને એકત્ર થયું એવા 16 વર્ષીય વિદ્યાર્થિની રાધિકા શાહ, કથક ડાન્સર આરતી માણે, સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત ચારુ શિવકુમારણ, 22 વર્ષની વિદ્યાર્થિની તથા રેન્ડમ એટ્સ કાઇન્ડને સ ક્લબની સ્થાપક મહામારીમાં જાગૃતિ ફેલાવતાં તેના નુ૨, ગાયનેકોલોજિસ્ટ અને કોમેટિક સર્જન ડૉ. મનોરમાં ગુપ્તા, કેલિફોર્નિયા રાજ્યના કરે કશન વિભાગના નિવૃત નર્સ કન્સલટન્ટ રાની કુન્સો, ભારતીય ક્લાસિકલ ડાન્સર ડો. સિંદૂરી જયસિંઘે, ગાયકકમ્પોઝર-ગીતકાર ડો. રોહઝે મુરલી ક્રિઝન, યુ એસ એ કનેક્ટ વિભાગના પ્રીપેઇડ યુએસએના ફાઉન્ડ અને પ્રેસિડન્ટ ડૉલી ઓઝા, હોપ બી. લીફના સ્થાપક રૂહી હક, રીપબ્લિક સિટીઝ અને કમ્યુનિટીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીના પણ, માઇકલ મહેતા, લેખિકા હર્ષિ ગીલ, નવલ કથાકાર કમલેશ ચૌહાણ, પોતાના કુટુંબમાંથી પ્રથમ સ્નાતક બનેલાં પાર્વતી કોટા, સામાજિક કાર્યકર્તા બળજીત કોર ટુર, મ્યુઝિક આર્ટિસ્ટ ડો. વર્ષિણી મુરલીક્રિનને, ભરતનાટ્યમ તથા પેન્ટિંગ માટે જાણીતા જયા તેમાની, સાહસના સ્થાપક પાયલ સહાણે, વર્લ્ડ હેરિટેઝ કલ્ચરલ સેન્ટરના શેટ્ટી પરસૌદનું સન્માન કરાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More