સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે તમે જે જગ્યાએ રહેતા હોવ તે ગામ, શહેર, દેશ માટે તમને ગર્વ હોય છે. ખુબ આદર સાથે અને સન્માનજનક રીતે તેનું નામ લેવાતું હોય છે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈને પોતાના જ ગામના નામ પર શરમ આવતી હોય. બિલકુલ સાચી વાત છે સ્વીડનમાં એક ગામનું નામ એવું છે કે તેને બોલવામાં લોકોને શરમ આવે છે એટલું જ નહીં પરંતુ તેને લખ્યા બાદ ફેસબુક પર બ્લોક ન કરી દે એ વાતનો તેમને ડર પણ રહેતો હોય છે.
ડેઈલી સ્ટારમાં થોડા સમય પહેલા છપાયેલા એક સમાચાર મુજબ આ ગામ જૂનું છે અને ખુબ વ્યવસ્થિત પણ. અહીં રહેતા લોકોને ન તો ત્યાંના હવામાન કે વ્યવસ્થાથી કોઈ તકલીફ છે કે બીજી કોઈ મુશ્કેલી. જો કોઈ મુશ્કેલી હોય તો તે છે ફક્ત તેમના ગામના નામની. તેઓ ઈચ્છે છે કે તેમના આ ગામનું નામ કોઈ પણ પ્રકારે બદલી નાખવામાં આવે. જેથી કરીને તેઓ કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા સેન્સરશિપથી બચી જાય. વાત જાણે એમ છે કે ગ્રામીણો જ્યારે પણ પોતાના ઘરનું એડ્રસ કે વેપારની જાહેરાત ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયા પર નાખે છે તો તેને અશ્લીલ કન્ટેન્ટ સમજીને હટાવી દેવાય છે. ગામવાળા ઈચ્છે તો પણ પોતાના ગામનું નામ સોશિયલ મીડિયા પર શેર કરી શકતા નથી.
નામ લેવામાં પણ શરમ આવે
જે ગામની અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘Fucke’. તમને આ ગામના નામના સાઈન બોર્ડ ઈન્ટરનેટ પર અનેક તસવીરોમાં જોવા મળી જશે. પરંતુ અહીં રહેતા લોકો આ ટેગથી પરેશાન છે. આ ગામનું નામ 1547 ઈસવી.માં રાખવામાં આવ્યું હતું અને તે ઐતિહાસિક છે. આ જ કારણ છે કે સ્વીડનના નેશનલ લેન્ડ સર્વે ડિપાર્ટમેન્ટને પણ આ ગામનું નામ બદલવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. નોંધવા જેવી વાત એ છે કે આ ગામમાં ફક્ત 11 ઘર છે અને અહીં રહેતા લોકો ગામનું નામ જણાવવામાં શરમથી પાણી પાણી થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે