Gandhinagar News : ગાંધીનગર કોર્પોરેશનની કામગીરીથી ગૃહમંત્રી અમિત શાહ બરાબરના નારાજ થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમજ તેમણે બેઠકમાં અધિકારીઓને ફટકાર લગાવી હતી.
ગાંધીનગર મહાનગર પાલિકાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા છે. ગઈ કાલે દિશાની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે GMC ના પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. પરિણામે અમિત શાહની ફટકાર બાદ આજે રજાના દિવસે પણ GMC ના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક બોલાવાઈ છે.
આ બેઠક માટે ગૃહરાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી GMC પહોંચ્યા. તેઓ GMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં GMC ના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન, મ્યુન્સીપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશ્નર સહિત ના પદાધિકારી-અધિકારીઓ હાજર રહ્યાં છે.
ગુજરાતમાં પાટીદારો કંઈક મોટું કરશે, ફરી ભેગા થઈ રહ્યાં છે અનામત આંદોલનના નેતાઓ
વરસાદ બાદ ગાંધીનગરમા ભરાયેલ પાણી અને મનપાની હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી હતી. મહાનગરપાલિકાના અધિકારી-પદાધિકારીઓનો ક્લાસ લીધો હતો. જેથી GMC ના લેવાયેલા કલાસ બાદ તાબડતોડ બેઠક બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર ખાતે દિશાની બેઠકમાં હાજરી આપી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકનું આયોજન કરાયું હતુ. દિશા એ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કોર્ડીનેશન એન્ડ મોનેટરીંગ કમિટી છે જે જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરે છે. ગઈકાલે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિમા ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી. ગાંધીનગરના સાંસદ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી તી. જેમાં ગાંધીનગર જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરાઈ હતી.
આપ નેતા ચૈતર વસાવાનો આક્ષેપ, મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બંનેનો હાથ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે