Home> World
Advertisement
Prev
Next

VIDEO: ઘોડાની જેમ કૂદકા મારતી આ મહિલાને જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

મહિલાની વિશેષતા એ છે કે તે ઘોડાની જેમ દોડી શકે છે, આટલું જ નહીં તે ઘોડાની જેમ કૂદકા પણ મારે છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈને તમે પણ ચકીત થઈ જશો 
 

VIDEO: ઘોડાની જેમ કૂદકા મારતી આ મહિલાને જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

નવી દિલ્હીઃ આપણી દુનિયા ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ તથા માનવીઓથી ભરેલી છે. અહીં ક્યારે કોણ શું કરશે તેનો આપણે અંદાજ લગાવી શક્તા નથી. કેટલીક ઘટનાઓ એવી બને છે કે જેની આપણે કલ્પના પણ કરી શક્તા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા ઘોડાની જેમ ચાર પગે દોડે છે અને ઘોડાની જેમ ઉંચી-ઉંચી દિવાલ કૂદી જાય છે. 

fallbacks

14 મેના રોજ 'Jump to the stars and Back' નામના એક ઈન્સ્ટા એકાઉન્ટમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવેલો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો કર્સ્ટન નોર્વેની આયલા નામની મહિલાનો છે. મહિલાની વિશેષતા એ છે કે તે ઘોડાની જેમ દોડી શકે છે, આટલું જ નહીં તે ઘોડાની જેમ કૂદકા પણ મારે છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

OMG, I love the little mistake I did.😂

A post shared by Ayla (@_jump_to_the_stars_and_back_) on

વીડિયોમાં જે રીતે દેખાય છે તે પ્રમાણે મહિલા ધૂળથી ભરેલા એક રસ્તામાં ઘોડાની જેમ દોડી રહી છે અને વચ્ચે આવતી એક દિવાલને કૂદી જાય છે. અન્ય એક વીડિયોમાં તે ઘરના બહાર બનેલા બગીચામાં ગોળ-ગોળ ચક્કર મારી રહી છે. 

જૂઓ LIVE TV...

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More