Home> World
Advertisement
Prev
Next

Watch Video: ફ્લાવર નહીં ફાયર હૈ મે, ઝૂકેગા નહીં...પુષ્પા સ્ટાઈલમાં જેલેન્સ્કીએ ટ્રમ્પને દેખાડ્યા તેવર, હવે આગળ શું?

Trump Zelenskyy clash: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં જે કઈ થયું ત્યારબાદ આખી દુનિયા ચોંકી ગઈ છે. 

Watch Video: ફ્લાવર નહીં ફાયર હૈ મે, ઝૂકેગા નહીં...પુષ્પા સ્ટાઈલમાં જેલેન્સ્કીએ ટ્રમ્પને દેખાડ્યા તેવર, હવે આગળ શું?

Trump Zelenskyy clash: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેની રાષ્ટ્રપતિ જેલેન્સ્કી વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક જોરદાર શાબ્દિક ટપાટપીમાં ફેરવાઈ ગઈ. ટ્રમ્પે જેલેન્સ્કી પર ત્રીજા વિશ્વયુદ્ધની આગ ભડકાવવાનો આરોપ લગાવ્યો. જેના જવાબમાં જેલેન્સ્કી કોઈ પણ સમજૂતિ કર્યા વગર ત્યાંથી નીકળી ગયા. આ ઘટના બાદ અમેરિકા-યુક્રેનના સંબંધો પર સવાલ ઊભા થઈ ગયા છે. પરંતુ આ બધા વચ્ચે જેલેન્સ્કીએ જતા જતા એક ટ્વીટ કરી જેમાં તેમણે થેંક્યુ અમેરિકા તો કહી દીધુ પરંતુ એ જતાવી દીધુ કે હાલ તેઓ જરાય નમવાના મૂડમાં નથી. 

fallbacks

શું કહ્યું ટ્રમ્પે
લગભગ 45 મિનિટ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લોદિમીર જેલેન્સ્કી વચ્ચે ઓન કેમેરા શાબ્દિક ટપાટપી જોવા મળી અને બંનેના તીખા તેવર જોવા મળ્યા. લગભગ પોણા કલાકની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જેને જોઈને આખી દુનિયા ચોંકી ગઈ. બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે અમેરિકાના વોશિંગ્ટન ડીસીના વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ. ટ્રમ્પે જેલેન્સ્કીને કહ્યું કે અમને ન જણાવો કે અમે શું મહેસૂસ કરી રહ્યા છીએ. અમે એક સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરીએ છીએ. અમને ન કહો કે અમે શું મહેસૂસ કરીએ છીએ. તમે એ નક્કી કરવાની સ્થિતિમાં નથી કે અમે શું મહેસૂસ કરીએ છીએ..અમે ખુબ સારું અને ખુબ મજબૂત મહેસૂસ કરીએ છીએ. તમે પોતાને ખુબ  ખરાબ સ્થિતિમાં રહેવા દીધા છે. તમારી પાસે હાલ કોઈ કાર્ડ નથી. તમે લાખો લોકોના જીવન સાથે જુગાર રમી રહ્યા છો. તમે ત્રીજા વિશ્વ યુદ્ધની સાથે જુગાર રમી રહ્યા છો અને તમે શું કરી રહ્યા છો તે દેશ માટે ખુબ અપમાનજનક છે. તમે ઘણી વાતો કરી છે. તમારો દેશ મોટી મુસીબતમાં છે. તમે તે (યુદ્ધ) જીતી રહ્યા નથી. અમારા લીધે તમારી પાસે બહાર આવવાની ખુબ સારી સંભાવના છે. અમે તમને રાષ્ટ્રપતિના માધ્યમથી 350 અબજ ડોલર આપ્યા અને તમારા લોકો બહાદુર છે. પરંતુ તેમણે અમારી સેનાનો ઉપયોગ કરવો પડ્યો. જો તમારી પાસે અમારા સૈન્ય ઉપકરણો ન હોત તો આ યુદ્ધ બે અઠવાડિયામાં પૂરું થઈ ગયું હોત. 

જેલેન્સ્કીએ ટ્રમ્પને કહ્યું કે તેમણે યુક્રેનને પડખે હોવું જોઈએ. પરંતુ તેઓ રશિયાનો સાથ આપી રહ્યા છે. જેલેન્સ્કીએ ટ્રમ્પના યુદ્ધવિરામથી ઈન્કાર કર્યો અને કહ્યું કે અમારે ફક્ત યુદ્ધ વિરામ નથી જોઈતો. વાત કરતા કરતા  જેલેન્સ્કીને એવું પણ કહેવાયું કે તેઓ વ્હાઉટ હાઉસથી જતા રહે. ટ્રમ્પે મીડિયા સામે જ તેમની સાથે વાત કરવાની બંધ કરી દીધી. તણાવપૂર્ણ માહોલ જોતા મીડિયાને પણ બહાર કરી દેવાયું. આ મુલાકાત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિનરલ ડીલ કર્યા વગર જ બ્રિટન જતા રહ્યા અને ટ્રમ્પ રજાઓ ગાળવા માટે ફ્લોરિડા જતા રહ્યા. 45 મિનિટનો વીડિયો પણ જુઓ.....

શાબ્દિક ટપાટપી  બાદ સમજૂતિ રદ
અસલમાં વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક દરમિયાન જેલેન્સ્કીને ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે અમેરિકાના સમર્થન વગર કોઈ કાર્ડ નથી. જ્યારે અમેરિકા સાથે હોવાની સ્થિતિમાં જ તેઓ કોઈ સોદાબાજીની સ્થિતિમાં છે. ટ્રમ્પ પ્રશાસન યુક્રેનના પ્રાકૃતિક સંસાધનો સુધી અમેરિકાની પહોંચ સુનિશ્ચિત કરવા માટે એક સમજૂતિ કરવા માંગતું હતું પરંતુ આકરી  બોલાચાલી બાદ આ સમજૂતિ રદ થઈ ગઈ. આ વિવાદ બાદ  બંને નેતાઓની જોઈન્ટ કોન્ફરન્સ પણ રદ થઈ ગઈ. 

ન્યાયસંગત અને સ્થાયી શાંતિ જરૂરી
બેઠક બાદ જેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર અમેરિકાનો આભાર માનતા લખ્યું કે યુક્રેનને ન્યાયસંગત અને સ્થાયી શાંતિની જરૂર છે અને અમે તેના માટે કામ કરીએ છીએ. જો કે તેમણે ટ્રમ્પની ટિપ્પણીનો સીધો જવાબ આપ્યો નહીં. બીજી બાજુ વ્હાઈટ હાઉસ તરફથી કહેવાયું કે ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અમેરિકાના હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ અમેરિકાને ફાયદામાં જોવા માંગે છે. 

યુક્રેનને અમેરિકાની મદદની જરૂર
આ ગરમાગરમી બાદ અનેક અમેરિકી રાજનેતાઓએ ટ્રમ્પનું સમર્થન કર્યું. સેનેટર લિંડસે ગ્રાહમે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને જેડી વેન્સના વલણ પર ગર્વ કરુ છું. જે કઈ ઓવલ ઓફિસમાં થયું તે ખુબ જ અપમાનજનક હતું અને મને નથી લાગતું કે અમે જેલેન્સ્કી સાથે આગળ કોઈ વાતચીત કરી શકીએ. બીજી બાજુ ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં જેલેન્સ્કીએ કહ્યું કે તેમણે આ વિવાદ બદલ માફી માંગવાની કોઈ જરૂર નથી અને યુક્રેનને અમેરિકાની મદદની જરૂર છે. 

સુરક્ષાની ગેરંટી વગર શાંતિ વાર્તામાં નહીં જોડાય યુક્રેન
આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે તેમનો દેશ ત્યાં સુધી રશિયા સાથે શાંતિ વાર્તામાં સામેલ નહીં થાય જ્યાં સુધી તેમને કોઈ અન્ય હુમલા વિરુદ્ધ સુરક્ષાની ગેરંટી ન મળે. જેલેન્સ્કીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શુક્રવારે બેઠક દરમિયાન જે કઈ થયું તે બંને પક્ષો માટે સારું નથી. જેલેન્સ્કીએ કહ્યું કે ટ્રમ્પે એ સમજવાની જરૂર છે કે યુક્રેન રશિયા પ્રત્યે પોતાા વલણને એક પળમાં બદલી શકે નહીં. 

રશિયા તરફથી કોઈ નિવેદન નથી
હવે મોટો સવાલ એ છે કે આ વિવાદની અસર યુક્રેનને મળનારી અમેરિકી મદદ પર પડશે કે નહીં. ટ્રમ્પના વલણથી સ્પષ્ટ છે કે યુક્રેનને અત્યાર સુધી મળતી આર્થિક અને સૈન્ય મદદ પર રોક છે. આવામાં જેલેન્સ્કી માટે આવનારા સમયમાં અમેરિકા પાસેથી સમર્થન જાળવી રાખવું એક પડકાર રહેશે. આ બધા વચ્ચે યુરોપના અનેક નેતાઓ તરફથી જેલેન્સ્કી પ્રત્યે સમર્થન જતાવવામાં આવી રહ્યું છે. આ બેઠક પર હજુ સુધી રશિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આગળ શું થશે એ જોવાનું રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More