Home> World
Advertisement
Prev
Next

OMG! જાનવરોના પ્રાઈવેટ પાર્ટની વાસ કેમ સૂંઘે છે આ લોકો? જાણીને વિશ્વાસ નહીં કરી શકો

Unique Experience In Japan: જાપાનના કોબા શહેરમાં એક અટોઆ એક્વેરિયમ અનોખા પ્રદર્શનના કારણે  ખુબ ચર્ચામાં છે. અહીં લોકો જાનવરોના પાછળના ભાગની વાસ સૂંઘે છે. 

OMG! જાનવરોના પ્રાઈવેટ પાર્ટની વાસ કેમ સૂંઘે છે આ લોકો? જાણીને વિશ્વાસ નહીં કરી શકો

જાપાનના કોબા શહેરમાં આવેલા અટોઆ એક્વેરિયમ એક અનોખા પ્રદર્શનના કારણે ચર્ચામાં છે. અહીં લોકો જાનવરની પાછળના ભાગની ગંધ સૂંઘે છે . આ વિચિત્ર પ્રદર્શની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેણે પર્યટકો અને રોમાંચપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલો એક વીડિયો આ અનોખો અનુભવ દુનિયા સામે લાવ્યો જેને લાખો લોકોએ જોયો છે. 

fallbacks

ઈન્સ્ટાગ્રામ રીલ વાયરલ
18મેના રોજ ‘WeRoad’ નામના ઈન્સ્ટાગ્રામ પ્જે એક વીડિયો શેર કર્યો જે સાહસિક મુસાફરીઓ માટે જાણીતો છે. તેમાં લખ્યું હતું કે "હાં આ ખરેખર અસ્તિત્વમાં છે." વીડિયોમાં એક મહિલાને ફ્રેમમાં લાગેલી જાનવરોની તસવીરો પાસે જતા જોવામાં આવી. તે પહેલા એક  બિલાડીની તસવીરને સ્પર્શ કરે છે, પછી તેની ગંધ સુંઘે છે. ત્યારબાદ તે પેંગ્વિન અને વાઘ જેવા જાનવરોની પણ ગંધ અનુભવે છે. આ વીડિયો 2.5 લાખથી વધુ લાઈક્સ સાથે વાયરલ થયો. 

લોકોના મજેદાર રિએક્શન
આ પ્રદર્શનીએ લોકોને ચોંકાવી દીધા. એક દર્શક વાઘની ગંધ સુંઘતી વખતે નાટકીય ઢબે પડતો જોવા મળ્યો. જેણે કહ્યું કે હે ભગવાન! તેનો ચહેરો થોડો અસહજ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર લોકોએ મજેદાર કમેન્ટ્સ કર્યા. એક યૂઝરેસ લખ્યું કે આ શક્ય છે પરંતુ જરૂરી નથી કે કરો. એક અન્ય યૂઝરે મજાકમાં પૂછ્યું કે શું સ્વાદ ચાખવાની જગ્યા પણ છે? આ પ્રદર્શની લોકો માટે હાસ્ય અને આશ્ચર્યનું કારણ બની રહી છે. 

શું છે અટોઆ એક્વેરિયમ?
અટોઆ એક્વેરિયમ 2021માં ખુલ્યું હતું અને તે કલા તથા સમુદ્રી જીવોનું અનોખુ મિશ્રણ છે. અહીં 100 પ્રજાતિઓના લગભગ 3,000 જીવ છે. તેની ખાસિયત એ છે કે આ એક્વેરિયમ અને કલાને જોડે છે. તેમાં આઠ થીમવાળા ક્ષેત્ર છે. જેમાં આત્માઓનું જંગલ અને ચમત્કારિક ગ્રહનો સામનો સામેલ છે. આ પ્રદર્શની ફ્રી છે પરંતુ એક્વેરિયમમાં પ્રવેશ માટે 2,400 જાપાની યેન (લગભગ 1300 રૂપિયા) ની ટિકિટ જોઈએ. 

ગંધ પ્રદર્શનની અનોખી કહાની
આ ગંધ પ્રદર્શન 2023માં શરૂ થયું. જેમાં પેંગ્વિન, વાઘ અને ઓરાંગઉટાંગ જેવા જાનવરોની ગંધને વિશેષજ્ઞોની દેખરેખમાં બનાવવામાં આવી છે. આ ગંધ તસવીરોની ફ્રેમમાં રાખવામાં આવી છે જેને લોકો સૂંઘી શકે છે. જાપાનનું આ મ્યૂઝિયમ પોતાની અનોખી સોચ માટે જાણીતું છે. આ પ્રદર્શન ફક્ત સ્થાનિકોને નહીં પરંતુ વિદેશી પર્યટકોને પણ આકર્ષિત કરે છે. અટોઆ એક્વેરિયમનું આ અનોખુ પ્રદર્શન જાપાનની સંસ્કૃતિને એક નવા અને મજેદાર રીતે રજૂ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More