નવી દિલ્હીઃ પત્નીએ સેક્સ માટે ના પાડી તો ગુસ્સે થયેલા પિતા નવજાત બાળકને જંગલમાં છોડી આવ્યા. જ્યારે ઘટના અંગે વિવાદ થયો અને વાત પોલીસ સુધી પહોંચી ત્યારે આરોપી પિતાની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. મહિલાનો આરોપ છે કે પતિને ડ્રગ્સનું વ્યસન છે અને ઘર પર મારપીટ કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આરોપી વ્યક્તિની આલોચના કરી રહ્યાં છે.
શું છે ઘટના
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે થાઈલેન્ડની ચેલન 7 ન્યૂઝના હવાલાથી લખ્યું કે 21 વર્ષીય વુટ્ટીચાઈની પોલીસે ડ્રગ્સના આરોપમાં ધરપકડ કરી છે. વુટ્ટીચાઈ પોતાના 2 સપ્તાહના પુત્રને લઈને જંગલમાં ગયો અને તેને જમીન પર રાખી ફોટો લીધો. ત્યારબાદ 22 વર્ષીય પત્ની ઓરાથાઈને તસવીર મોકલી. તે સમયે ઓરાથાઈ પોતાના મિત્રના ઘર પર હતી.
આ ઘટનાથી ડરી ગયેલી ઓરાથાઈએ ગામના પ્રમુખને જાણ કરી હતી. પરંતુ અહેવાલ પ્રમાણે તણાવ વધતો જોઈ વુટ્ટીચાઈ બાળકને લઈને કથિત રીતે ઘરે પરત ફર્યો હતો.
આ પણ વાંચોઃ ધરતી તો બચી ગઈ, પરંતુ હવે ચાંદ સાથે ટકારાશે ભયાનક 'આફત'; પૃથ્વી પર જોવા મળશે અસર!
સેક્સ બન્યું કારણ
મહિલાએ પોલીસને ફરિયાદ કરી કે પતિ ડ્રગ્સનું સેવન કરે છે અને સટ્ટો રમે છે. રિપોર્ટ અનુસાર બાળકના જન્મ બાદ તુરંત પત્નીએ સેક્સથી ઈનકાર કર્યો હતો, જેના કારણે બંને વચ્ચે લડાઈ થઈ હતી. બીજીતરફ વુટ્ટીચાઈએ આરોપોથી ઈનકાર કર્યો અને કહ્યું કે તેણે બાળકની તસવીર લેવા ત્યાં રાખ્યું હતું. તેનો ઈરાદો ત્યાં છોડીને આવવાનો નહોતો.
વુટ્ટીચાઈએ સ્વીકાર કર્યું કે તેણે પત્ની પાસે ઘણીવાર સેક્સની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસે આરોપીના યુરિનનો ટેસ્ટ કર્યો તો ડ્રગ્સની પુષ્ટિ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે