Doomsday Fish: રશિયામાં ભયાનક ભૂકંપ અને સુનામી બાદ ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. પરંતુ ત્યારબાદ એક માછલીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મે 2025થી અત્યાર સુધી ઓઅરફિશ નામની માછલી ચાર વખત સમુદ્રની સપાટી પર જોવા મળી છે. હકીકતમાં તેને પ્રલયની માછલી કહેવામાં આવે છે. જ્યાં તેની પાછળની કહાની ખૂબ ચોંકાવનારી છે. રશિયામાં આવેલી સુનામીને પણ આ માછલી સાથે જોડવામાં આવી રહી છે. જ્યાંના લોકો તેને આપદાનો સંકેત માને છે. આ કારણ છે કે લોકો રશિયાની સુનામી પાછળ પણ આ માછલીને મુખ્ય કારણ માની રહ્યાં છે.
4 વખત જોવા મળી માછલી
ઓઅરફિશને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. હકીકતમાં આ માછલી મે 2025થી અત્યાર સુધી ચાર વખત સમુદ્ર કિનારે જોવા મળી છે. જ્યાં લોકો તેને અશુભ માને છે. માત્ર સામાન્ય લોકો જ નહીં વૈજ્ઞાનિકો પણ આ માછલીને કારણે ચિંતામાં મુકાય છે. હકીકતમાં જ્યારે આ માછલી સમુદ્રની સપાટી પર જોવા મળે છે, ત્યારે કોઈને કોઈ ભયાનક ઘટના બને છે. વૈજ્ઞાનિકો પણ આ માછલીનું રહસ્ય ઉકેલી શક્યા નથી.
આ પણ વાંચોઃ હાથી, ભેંસ અને કૂતરાને ભૂકંપ અને સુનામીની પહેલા જ પડી જાય છે ખબર, જાણો કારણ
આ માછલી પ્રથમવાર મે 2025મા ભારતના તમિલનાડુ રાજ્યમાં જોવા મળી હતી. અહીં આશરે 30 ફૂટ લાંબી ઓઅરફિશ જોવા મળી હતી. આ દરમિયાન સાત માછીમારોએ આ રહસ્યમયી માછલીને પકડી હતી. તેનો વીડિયો વાયરલ થયો તો દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બીજીવાર 2 જૂને તસ્માનિયાના કિનારે આ માછલી જોવા મળી હતી. તે ત્રણ મીટર લાંબી બતી. ત્યારબાદ બે ઓઅરફિશ ન્યૂઝીલેન્ડના સમુદ્રી કિનારે જોવા મળી હતી. જ્યાં એક ઓઅરફિશનું માથું નહોતું. આ ઘટનાએ દુનિયાની ચિંતા વધારી દીધી હતી.
ઘણી ઘટનાઓનું બની કારણ
હકીકતમાં 2024મા કેલિફોર્નિયાના સૈન ડિએગોમાં 12 ફૂટ લાંબી ઓઅરફિશ જોવા મળી હતી. તેના બે દિવસ બાદ લોચ એન્જલસમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો. આ રીતે 2011મા 20 ઓઅરફિશ સમુદ્ર કિનારે મૃત જોવા મળી હતી. ત્યારબાદ જાપાનમાં ભીષણ સુનામી અને ભૂકંપે તબાહી મચાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે