Home> World
Advertisement
Prev
Next

શું પાકિસ્તાનના બે ટુકડા થશે? ત્રણ મોરચે ઘેરાયેલા પાકિસ્તાન પર આવ્યું બીજું મોટું સંકટ

Pakistan Army Balochistan Bla Attack : ભારત સાથેના તણાવ વચ્ચે, બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના સામે એક નવો મોરચો ખુલ્યો છે. બલૂચ બળવાખોર જૂથ BLA એ ક્વેટામાં પાકિસ્તાની સેના સામે એક નવું ઓપરેશન શરૂ કર્યું અને ઘણી ચોકીઓ પર કબજો કર્યો છે. પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવી પડી 

શું પાકિસ્તાનના બે ટુકડા થશે? ત્રણ મોરચે ઘેરાયેલા પાકિસ્તાન પર આવ્યું બીજું મોટું સંકટ

India Pakistan War : શું પાકિસ્તાનના બે ટુકડા થશે? ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આ સવાલ ઉઠી રહ્યો છે. જેનું કારણ છે બલૂચિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર પાસે તેને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવાની માંગ કરી કરી છે. જાણીતા બલૂચ લેખક મીર યાર બલૂચે ઈન્ટરનેશનલ સપોર્ટની માંગ કરી છે. સાથે જ તેમણે ભારત સરકારના નવી દિલ્લીમાં પાકિસ્તાનથી અલગ બલૂચ દુતાવાસ ખોલવાની અનુમતિ આપવાની માંગણી કરી છે. 

fallbacks

અમે અમારી આઝાદી માંગીએ છીએ - મીર યાર
મીર યાર બલૂચે કહ્યું કે, અમે અલગ બલૂચિસ્તાન દેશની માંગ કરી રહ્યા છે. અમે અમારી આઝાદી માંગી રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્ર પણ તેમને અલગ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે માન્યતા આપે તેવી રજૂઆત સાથે, તમામ સભ્યોની બેઠક બોલાવવાની અપીલ કરવામાં આવી છે. કરન્સી અને પાસપોર્ટ માટે ફંડની પણ માંગ કરવામાં આવી છે. આ માંગણીથી એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાને ભારત સાથેના યુદ્ધની સમાંતર એક યુદ્ધ તેના ઘરમાં પણ લડવાનું છે. બલૂચિસ્તાન લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવા ઈચ્છે છે, એવામાં આ સ્થિતિમાં બલૂચિસ્તાનની માંગ સ્વીકારવામાં આવશે કે નહીં તેના પર સૌની નજર છે.

  • ભારતના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર
  • પાકિસ્તાનમાં કુલ 149 ફ્લાઈટ્સ કરાઈ રદ
  • ઈસ્લામાબાદમાં 42 ફ્લાઈટ્સ રદ કરાઈ
  • લાહોરમાં 36, કરાચીમાં 34 ફ્લાઈટ્સ રદ 
  • પાકિસ્તાનના 10 શહેરોમાં ઈમરજન્સી લાગુ
  • બહાવલનગર અને રાવલપિંડીમાં ઈમરજન્સી
  • કરાચી, લાહોર, ઈસ્લામાબાદમાં ઈમરજન્સી 
  • લોકોને ઘર બહાર ન નીકળવાની સલાહ

પાકિસ્તાન ત્રણ મોરચે ઘેરાયું 
આતંકને પોષતું પાકિસ્તાન ત્રણ તરફથી ઘેરાયું છે. ભારતીય થલ સેના અને વાયુ સેનાએ પાકિસ્તાનની તમામ ગતિવિધિઓનો જવાબ આપી રહી છે. તો બીજી તરફ પાકિસ્તાનને આંતરિક સંઘર્ષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. BLA એટલે કે બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 24 કલાકમાં બે હુમલા કર્યા. પાકિસ્તાનની સેનાના સાત જવાનો મરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે હવે પાકિસ્તાન અંદર અને બહાર એમ બંને રીતે ઘેરાયું છે. આ પાકિસ્તાનના કર્મોની જ સજા છે. આતંકને પાળવા-પોષવાની કિંમત પાકિસ્તાન ચૂકવી રહ્યું છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે વિશ્વના 10 દેશ સાથે વાત કરી છે. ભારત-પાકિસ્તાન તણાવ અંગે જયશંકરે આ તમામ દેશોના પ્રતિનિધિ સાથે ચર્ચી કરી છે. 

  • કતારના PM અને વિદેશ મંત્રી MBA અલ થાની  
  • જાપાનના વિદેશમંત્રી તાકેશી ઈવાયા  
  • ફ્રાંસના વિદેશમંત્રી જીન નોએલ બેરેટ 
  • જર્મીનના વિદેશમંત્રી જોહાન વેડફૂલ  
  • સ્પેનના વિદેશમંત્રી મૈનુઅલ અલ્બારેસ  
  • સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી 
  • ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ  
  • અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો  
  • યૂરોપિયન યૂનિયના વિદેશ બાબતોના પ્રમુખ પ્રતિનિધિ  
  • ઈટલીના ડે.પીએમ અને વિદેશમંત્રી 

ભારત-પાકિસ્તાન યુદ્ધ ચોથા કોઠા સુધી પહોંચ્યું 
મહાભારતના યુદ્ધમાં જેમ સાત કોઠા હતા તેમ 21મી સદીમાં લડાતાં યુદ્ધના પણ સાત કોઠા હોય છે અને મોટી વાત એ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી લડાઈમાં બંને દેશો ચોથો કોઠો પૂરો કરી ચૂક્યા છે. જી હા,,, ચોથા કોઠા સુધી પહોંચી ગઈ છે ભારત-પાકિસ્તાનની લડાઈ. ભારત-પાકિસ્તાન લડાઈના 7 કોઠામાંથી 4 કોઠા પૂરા થયા છે. કોઈ પણ લડાઈના 7 કોઠા હોય છે અને તેનાથી યુદ્ધનું પરિણામ નક્કી થતું હોય છે. છઠ્ઠો કોઠો અને સાતમો કોઠો અતિભારે અને વિનાશક ગણાય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાર કોઠાની લડાઈ પૂરી થઈ ચૂકી છે અને સેના પાંચમો કોઠો વિંધે તો બે દેશોનુ પૂર્ણ યુદ્ધ ગણાય છે. હવે આ પડાવ પર આવી ચૂક્યા છે બંને દેશ. આપને જણાવી દઈએ પહલગામ હુમલાથી લડાઈનો પહેલો કોઠો શરૂ થયો હતો. અને તેના પછીના 17 દિવસમાં ભારત-પાકિસ્તાનની લડાઈ ચોથા કોઠામાં પહોંચી ચૂકી છે.

પહેલા સ્ટેપમાં ભારતે ચેતવણીઓ આપીને વિરોધ નોંધાવ્યો હતો. બીજા સ્ટેપમાં ભારતે વેપાર રોક્યો અને નદીઓનું પાણી રોકીને વિવિધ પ્રતિબંધો લગાવી દીધા. ત્રીજા સ્ટેપમાં લશ્કરી દળોએ પોઝિશન લઈને મોરચો ખોલ્યો અને પરીક્ષણ શરૂ કર્યાં અને ચોથા સ્ટેપમાં ભારતે એર સ્ટ્રાઈકથી 9 સ્થળે હુમલો કરીને આતંકીઓને ખતમ કરી દીધા અને હવે ચોથા કોઠા સુધી પહોંચી ચૂકી છે બંને દેશોની લડાઈ. કોઈ પણ દેશની ત્રણેય સેનાઓ ખુલ્લું યુદ્ધ શરૂ કરી  દે તો તે યુદ્ધનો પાંચમો કોઠો ગણાય છે. એ પણ જાણી લો કે છઠ્ઠા કોઠામાં નાનાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પછી પણ જો કોઈ દેશ પોતાના અસ્તિત્વ પર ખતરો મહેસૂસ કરો તો યુદ્ધના સાતમા કોઠામાં કરવામાં આવે છે ભારે પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને એટલે જ કોઈ પણ યુદ્ધનો સાતમો કોઠો ગણાય છે સર્વનાશ ગણાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More