Promotion Dispute: ઓફિસમાં કામ કરવા દરમિયાન કર્મચારી સાથે જોડાયેલા ઘણા એવા મામલા સામે આવે છે જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ કડીમાં બ્રાઝીલના ગોઇસ સ્ટેટથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના સહકર્મીને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે પ્રમોશનને લઈને થયેલા વિવાદ બાદ મહિલાએ પોતાના સહયોગીની પાણીની બોટમાં ઝેરી પદાર્થ ભેળવી દીધો હતો. ત્યારબાદ તો બબાલ થઈ ગઈ હતી.
હકીકતમાં એક બ્રાઝીલી મીડિયા આઉટલેટ પ્રમાણે આ ઘટના થોડા સમય પહેલાની છે જે અબાડિયા ડી ગોઇસ નામના ગામની એક કપડા ફેક્ટરીમાં જોવા મળી. પોલીસ પ્રમાણે 38 વર્ષીય મહિલા આરોપી સીસીટીવી ફુટેજમાં પીડિતાની પાણીની બોટલમાં છેડછાડ કરતી જોવા મળી હતી. પીડિતાએ જ્યારે પાણી પીધું તો તેના ગળામાં બળતરા થઈ અને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે તેણે એક ખતરનાક કેમિકલનું સેવન કર્યું હતું, જે વધુ માત્રામાં જીવલેણ સાબિત થઈ શકતું હતું.
આ પણ વાંચોઃ આઈસ્ક્રીમ ખરીદ્યા પછી રેપર ખોલતાં જોવા મળ્યો ઝેરી સાપ; દ્રશ્ય જોઈને ઠંડી પડી ગઈ નાડી
દોસ્તીથી દુશ્મની સુધીની સફર
તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અને પીડિતા પહેલા સારા મિત્રો હતા પરંતુ જ્યારે પીડિતાને પ્રમોશન મળ્યું તો તે આરોપીને ગમ્યું નહીં અને બંને વચ્ચે ઝગડો થવા લાગ્યો હતો. આ દરમિયાન આરોપીએ કંપનીના એક પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાંથી ઝેરી રસાયણ ચોરી લીધું હતું.
સીસીટીવી ફુટેજથી ખુલાસો
ઘટનાના સીસીટીવી ફુટેજની તપાસ કર્યા બાદ પોલીસે 27 ફેબ્રુઆરીએ આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે ગુનો કબૂલ કર્યો અને જણાવ્યું કે તે આ હરકતથી ખૂબ ગુસ્સામાં હતી. હવે તેના પર હત્યાના પ્રયાસનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં 6થી 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે