Home> Agriculture
Advertisement
Prev
Next

ગુજરાતના આઠ પાસ ખેડૂતે કર્યો કમાલ, પોતાના ખેતરમાં ઉગાડી સૌથી અલગ વસ્તુ, આજે લાખોની કરે છે કમાણી

આજે અનેક ખેડૂતો પરંપરાગત ખેતી છોડી નવી-નવી વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યાં છે. આ ઉત્પાદનથી તેમને સારી કમાણી પણ થાય છે. બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતો 2019માં કિનોવાની ખેતી શરૂ કરી હતી. હવે તેઓ લાખોની કમાણી કરી રહ્યાં છે.
 

ગુજરાતના આઠ પાસ ખેડૂતે કર્યો કમાલ, પોતાના ખેતરમાં ઉગાડી સૌથી અલગ વસ્તુ, આજે લાખોની કરે છે કમાણી

અમદાવાદઃ આજે અમે તમને ગુજરાતના એક સાધારણ ખેડૂત નૈનૂરામ માળીની કહાની જણાવવાના છીએ. નૈનૂરામ માળી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રહેવાસી છે. તેમણે વર્ષ 2019માં પોતાના ખેતરમાં કિનોવાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. આજે તે કિનોવાની ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરે છે. એટલું જ નહીં નૈનૂરામ માળી માત્ર આઠ ધોરણ ભણેલાં છે. તેમ છતાં તેઓ અનોખા વિચારથી મોટી કમાણી કરી રહ્યાં છે.

fallbacks

નૈનૂરામ માળી સાધારણ પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર પેઢીઓથી ખેતી કરે છે. તેવામાં નૈનૂરામ માળી પણ ખેતી કરવાની શરૂઆત કરે છે. આઠ પાસ નૈનૂરામ માળીએ વર્ષો સુધી રાજગરા, રાઈ, બાજરો, બટાટા અને ઘઉં જેવા પરંપરાગત પાકની ખેતી કરી હતી. આ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડતો હતો. આવી સ્થિતિમાં નૈનુરામને તેની ખેતીમાંથી યોગ્ય ઉત્પાદન અને આવક મળી ન હતી. આવી સ્થિતિમાં તેણે 2019માં કંઈક નવું કર્યું.

આ રીતે આવ્યો કિનોવાનો વિચાર
નૈનૂરામ એક વખત રાજસ્થાનના જાલૌરની યાત્રા પર ગયા હતા. અહીં એક ખેતરમાં કિનોવાની ખેતી જોઈ હતી. ત્યારબાદ નૈનૂરામે આ વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું અને જાણવા મળ્યું કે આ પાક કોઈ રાસાયણિક ખાતર વગર ઉગાડવામાં આવે છે અને તેમાં કોઈ જંતુ કે ખરાબ થવાની સમસ્યા ઓછી રહે છે. બસ આ વાતથી નૈનૂરામ પ્રેરિત થયા અને તેમણે તેની ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ આ સ્કીમમાં માત્ર 250 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, ભેગા થઈ જશે લાખો રૂપિયા

આટલો નફો પ્રથમ ખેતીથી થયો 
નૈનૂરામે સૌ પ્રથમ શ્રીમ એગ્રી બિઝ કંપનીનો સંપર્ક કર્યો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ક્વિનોઆની ખેતી શરૂ કરી. શરૂઆતમાં તેણે રૂ. 400માં બિયારણ ખરીદ્યું અને ગાયના છાણ અને જીવામૃતનો ઉપયોગ કરીને માત્ર 2 વીઘામાં ખેતી કરી. તેણે 2 વીઘામાંથી 19 બેગ ક્વિનોઆનું ઉત્પાદન મેળવ્યું. આમાંથી તેણે 90,000 રૂપિયાની કમાણી કરી.

હવે વર્ષે લાખોની કમાણી
આજે નૈનૂરામ કિનોવાની ખેતીથી દર વર્ષે 4.5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. નૈનૂરામ કિનોવાની ખેતી 9 વીઘા જમીન પર માત્ર 2000 રૂપિયાના બીજ ખરીદી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More