Home> World
Advertisement
Prev
Next

અમેરિકાથી પ્રેમિકાને મળવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પ્રેમી, Online ઈલુઈલુમાં પડ્યો 'ધરમનો ધક્કો'!

એક પ્રેમી લગભગ 15 હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાની પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો. તે પોતાની પ્રેમિકા સાથે 15 દિવસનો ક્વોલિટી ટાઈમ પસાર કરવા માગતો હતો. પરંતુ ઉતાવળ અને અધૂરી તૈયારીના કારણે તેને બે દિવસમાં જ પોતાના ઘરે પરત આવવું પડ્યું.

અમેરિકાથી પ્રેમિકાને મળવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પ્રેમી, Online ઈલુઈલુમાં પડ્યો 'ધરમનો ધક્કો'!

નવી દિલ્લીઃ પ્રેમમાં પડેલો માણસ કંઈ પણ કરી શકે છે. અને એટલા માટે જ પ્રેમીઓની કહાનીઓ દુનિયાભરમાં ફેમસ થઈ જાય છે. ત્યારે હાલ એક એવા જ પ્રેમીની કહાની સામે આવે છે. જેમાં એક પ્રેમી બે વર્ષ સુધી ઓનલાઈન ચેટિંગ કર્યા બાદ હજારો કિલોમીટર દૂર પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો. ત્યારે કંઈક એવું થયું કે, તે પારકા દેશમાં અમુક કલાકો જ રોકાઈ શક્યો. અને પછી ધીમે ધીમે ચાલી રહેલી પ્રેમ કહાનીમાં લાંબો ઈન્ટરવલ આવી ગયો. એક પ્રેમી લગભગ 15 હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાની પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો. તે પોતાની પ્રેમિકા સાથે 15 દિવસનો ક્વોલિટી ટાઈમ પસાર કરવા માગતો હતો. પરંતુ ઉતાવળ અને અધૂરી તૈયારીના કારણે તેને બે દિવસમાં જ પોતાના ઘરે પરત આવવું પડ્યું.

fallbacks

અમેરિકામાં રહેતો કાલેબ 20 કલાકની મુસાફરી કરીને પોતાની પ્રેમિકા સેસિલિયાને મળવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો. બંને બે વર્ષથી ઓનલાઈન રિલેશનશિપમાં હતા. ઓસ્ટ્રેલિયાઈ અધિકારીઓના જણાવ્યા મુજબ, સિડનીમાં લેન્ડ કર્યા બાદ કાલેબ ચિંતામાં દેખાયો. પછી તેણે જે કહાની જણાવી તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા. ઈમીગ્રેશન વિભાગની ટીમને જ્યારે તેણે ત્યાં જવાનું કારણ જણાવ્યું ત્યારે તેની પ્રેમ કહાની સામે આવી.

લવ સ્ટોરીમાં આવેલા ઈન્ટરવલનું સાચું કારણ એ છે કે, આ પ્રેમી 15 દિવસનો પ્લાન કરીને નીકળ્યો હતો પણ પછી તેની પાસે ફક્ત 10 હજાર રૂપિયા જ બચ્યા હતા. ત્યારે આ મોંઘવારીમાં તે 10 હજારમાં કેવી રીતે 15 દિવસ કાઢી શકે. અને જેને ક્યારેય મળ્યો જ નથી તે છોકરીના ભરોસે તે છેક ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો.

કાલેબને એરપોર્ટ પર રહેલા ઓફિસરોને જણાવ્યું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સેસિલિયા સાથે કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. સેસિલિયા મેલબર્ન એરપોર્ટ પર રાહ જોઈ રહી હતી. જો કે, ફ્લાઈટ સિડનીમાં લેન્ડ થઈ હતી. તે બાદ અધિકારીઓએ સેસિલિયાને પણ શોધી કાઢી. ફોન પર વાત થઈ ત્યારે સેસિલિયાએ કહ્યું કે, તે કાલેબને પોતાના ઘરે લઈ જશે. આમ લાંબી રાહ બાદ સેસિલિયા અને કાલેબ આમને સામને આવ્યા. જો કે, આ લવ સ્ટોરી લાંબા સમય સુધી ન ચાલી શકી. કેમ કે, ઓસ્ટ્રેલિયામાં આવ્યા બાદ કંઈક એવું થયું કે, કાલેબને પોતાના ઘરે પરત ફરવું પડ્યું. બંને વચ્ચે એવું શું થયું તે કોઈ નથી જાણતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More